તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
નડિયાદ અને દશકોઈ ૧૦.૫, મહેમદાવાદ ૯.૫, માતર ૮, મહુધા ૭ અને વાસો ૬ ઇંચ
શ્રાવણ માસ માં સરવડા ને બદલે શ્રીકાર વરસાદ વરસાવતા મેઘરાજા....ખેડા અને અમદાવાદ જીલ્લા માં મેદ્યાનું રૌદ્ર સ્વરૂપ : દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માં ૩.૫ ઇંચ વરસાદ કરછ કોરોધાકડઃ ઉકાઇ ડેમની જળસપાટી ૩૨૭ ફૂટ ને પારઃસાબરમતી નો ધરોઈ ડેમની જળસપાટી ૬૧૭ ફૂટને પાર મધુવન ડેમ ના ૪ દરવાજા ખુલ્લા

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ પવિત્ર શ્રાવણ માસમાં મેઘરાજા સરવડા ને બદલે શ્રીકાર વરસાદ વરસાવતા ૧૦.૫ ઇંચ સુધી નો વરસાદ નોંધાયો છે જેમાં મેદ્યરાજા એ સૌથી વધુ મહેર ખેડા અને અમદાવાદ જીલ્લામાં વરસાવતા અહીં અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજય ના ૩૧ જીલ્લા ના ૧૯૮ તાલુકા ઓ માં ૧ મીમી થી લઈ ૨૬૫ મીમી ( આશરે ૧૦.૬ઇંચ )વરસાદ નોંધાયો છે,જેમાં નડિયાદ અને દશકોઈ ૧૦.૫ ઇંચ, મહેમદાવાદ ૯.૫ ઇંચ માતર ૮ ઇંચ, મહુધા ૭ ઇંચ, વાસો ૬ ઇંચ અને ઉમરેઠ ૫.૫ ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ભારે વરસાદ ને પગલે સાબરમતી ના ધરોઈ ડેમ ની જળસપાટી ૬૧૭ ફૂટ ને પાર પહોંચી છે, તો આજે સવારે ૮ કલાકે ઉકાઇ ડેમની જળસપાટી સતત વધી ને ૩૨૭.૧૯ ફૂટે પહોંચી છે ડેમ માં ૪૦૧૩૭ ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે, જયારે આજે સવારે ૯ કલાકે દમણગંગા ના મધુબન ડેમ ની જળસપાટી સતત વધી ને ૭૧.૭૫ મીટરે પહોંચી છે, ડેમ માં ૧૭૯૭૮ ક્યુસેક પાણી ના ઈન્ફ્લો સામે ૧૯૮૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમ ના ૪ દરવાજા ૧.૩૦ મીટર ખુલ્લા છે.
ફ્લડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો...નડિયાદ ર૬પ મીમી, દશકોઇ ર૬૩ મીમી, મહેમદાવાદ ર૩૮ મીમી, માતર ર૦૪ મીમી, મહુધા ૧૭૯ મીમી, વાસો ૧પ૮ મીમી,ઘ કઠલાલ ૧૩પ મીમી, ઉમરેઠ ૧૩૪મીમી, સાણંદ અને ખેડા ૧ર૬ મીમી, બાવળા ૧૧૪ મીમી, ધોળકા ૧૦૬ મીમી, વરસાદ નોંધાયો છે.
ગળતેશ્વર ૯૩ મીમી, વધઇ ૯૧ મીમી, સુબીર ૮૮ મીમી, બોરસદ ૮૭ મીમી, ભિલોડ ૮૬ મીમી, પાટણ અને આણંદ ૮પ મીમી, ભાભર ૮ર મીમી, જાંબુઘોડા અને બોડેલી ૮૦ મીમી, ઠાસરા ૭૮ મીમી, દેસર ૭૭ મીમી, કપડવંજ, વાંસદા અને કાંકરેજ ૭૩ મીમી, ગોધરા અને આહવા ૭૧મીમી, સોજીત્ર ૬૮ મીમી, જેતપુરપાવી ૬ર મીમી, સિદ્ધપુર અને અમદાવાદ સીટી ૬૧ મીમી વરસાદ નોંધાયો છે.
જયારે સરસ્વતી પ૯ મીમી, વડગામ પ૮ મીમી, વિસનગર, તારાપુર અને નેત્રગ પ૬ મીમી, વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજયના ૧૬૦ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૪૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. (૩પ-૯)
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
