તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Monday, 28th July 2025
અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં રેડ એલર્ટ : અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજયના 12 જિલ્લામાં ઓરેન્જ, 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

અમદાવાદ :ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. રવિવારથી રાજ્યમાં વરસાદનું જોર વધ્યુ છે. વરસાદે ગુજરાતના અનેક વિસ્તારોમાં તાંડવ મચાવ્યો હતો. આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં 8થી 10 ઇંચ વરસાદ થઇ શકે છે. દક્ષિણ ગુજરાતથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી હાલ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
આજે ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 12 જિલ્લામાં ઓરેન્જ, 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સાથે જ 1 ઓગસ્ટથી ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે
આજે અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. નદી કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને ત્યાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
