તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
સ્મૃતિ ઇરાની એક સમર્પિત અભિનેત્રીઃ હેમાંગ પલાણ

રાજકોટ, તા.૨૮: તે એક શાનદાર અભિનેત્રી છે, ખૂબ જ નમ્ર વ્યકિત અને એક સર્જનાત્મક વ્યકિતત્વ પણ છે. ગુજરાતી અભિનેતા હેમાંગ પલાણ પીઢ અભિનેત્રી સ્મૃતિ ઇરાની વિશે કહ્યું હતું.
હેમાંગ પલાણે કહ્યું કે ગયા અઠવાડિયે ટેલિવિઝન શો કયુંકી સાસભી કભી બહુ થી માટે સ્મૃતિજી સાથે મારા ભાવનાત્મક ટ્રશ્યોનું શૂટિંગ કરતી વખતે હું સ્મૃતિજીના અભિનગથી મંત્રમુગ્ધ થઇ ગયો હતો. તે એક સમર્પિત અભિનેત્રી છે અને ખરેખર તેમની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવી એ મારા માટે સન્માનની વાત છે.અને મિહિર ઉપાધ્યાય જેવા પ્રતિષ્ઠિત અને બુધ્ધિશાળી અભિનેતા સાથે આ શોમાં અભિનય કરવો એ મારા માટે સોૈભાગ્યની વાત છે.઼
હેમાંગ પલાણે અત્યાર સુધી ૯૧ હિન્દી ટેલિવિઝન સીરીયલમાં કામ કર્યુ છે. હેમાંગે લંડન શહેરમાં ‘યુકે ફિલ્મ કાઉન્સિલ ' ના કો-ઓર્ડીનેટર તરીકે પણ કામ કર્યુ છે. મુંબઇના ગુજરાતી નાયક ઉધોગમાં જોડાતા પહેલા હેમાંગ પલાણે પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.(૩.૭)
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
