<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

રાજકોટ જિલ્લાના ૪૧ ગામો માટે ૧૩૦ કરોડની સૌની યોજનાના કામનું કુંવરજીભાઈના હસ્‍તે ખાતમુહર્ત

યોજના થકી અંદાજીત કુલ ૨૧૦૦ હેક્‍ટર જમીનને સિંચાઇના પાણીનો લાભ મળશે : સૌરાષ્‍ટ્રના ગામે-ગામ પાણી પહોંચાડવા રાજય સરકારનુ આયોજન : સૌરાષ્‍ટ્રના દરિયાકિનારા વિસ્‍તારમાં ખારું પાણી ખેતર સુધી ન પહોંચે તે માટે વિયર બનાવવામાં આવશે કુંવરજીભાઈ બાવળીયા : પાણીએ પારસમણી અને વિકાસનો આધાર છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ જરૂરી : ભાનુબેન બાબરીયા

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૮: જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્‍તે રાજકોટ તાલુકાના સરધાર ગામ ખાતે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ આયોજિત કાર્યક્રમમાં સૌની યોજનાના રૂ. ૧૨૯.૬૧ કરોડના વિકાસ કાર્યોનું શાષાોક્‍ત વિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્‍યું હતું કે, ભૂતકાળમાં સૌરાષ્‍ટ્રમાંથી ઉનાળાના સમયમાં પાણી ન મળતાં ખેડૂતો અને માલધારીઓએ હિજરત કરવી પડતી, અનેક બહેનો-દીકરીઓએ પીવાના પાણી માટે પણ દૂર-દૂર સુધી જવું પડતું ત્‍યારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ મુખ્‍યમંત્રી પદે આવતાં જ લોકોને પાણી માટે વલખા ન મારવા પડે તેવું આયોજન કરવાનો દ્રઢ સંકલ્‍પ કર્યો હતો જેના ફળ સ્‍વરૂપે પહેલાં નર્મદા ડેમ, ત્‍યાર બાદ કેનાલ અને ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૪માં ૅસૌની યોજનૉ થકી સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં પાણી લાવવાની યોજનાને અમલમાં મૂકી હતી.

 આજે ચાર લિંક દ્વારા આ યોજના થકી સૌરાષ્‍ટ્રની ધરતીને હરિયાળી બનાવાઈ છે. સૌની યોજનાની લિંક-૧ દ્વારા મચ્‍છુપ્ર૨થી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમ સુધી ૨૦૮ કિ.મી. લાંબી પાઇપલાઇન થકી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, તો લિંક-૨ દ્વારા લીંબડીના ભોગાવોથી અમરેલી સુધી ૨૯૯ કિલોમીટર, લિંક-૩ દ્વારા ધોળીધજા ડેમથી દ્વારકાના સોરઠી ડેમ સુધી ૨૯૯ કિ.મી. અને લિંક-૪ દ્વારા લીમડીના ભોગાવો ડેમપ્ર૨ થી ગીર સોમનાથના હિરણ-૨ ડેમને ૫૬૫ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વાર જોડવાની કામગીરી થઈ રહી છે.

 આ સાથે જ મૂળ પાઇપલાઇનથી બંને બાજુ ત્રણ કિલોમીટર સુધીના વિસ્‍તારમાં આવતા કોઈ પણ બાકી રહેતા ડેમો, ચેકડેમ, તળાવને પણ આ યોજના સાથે જોડવામાં આવી રહ્યા છે. જે આયોજન અંતર્ગત જ લિંક-૩ માંથી ત્રંબા પાસે પંપીંગ સ્‍ટેશન ઊભું કરીને અલગ-અલગ ૩(ત્રણ) પાઇપલાઇન નેટવર્ક થકી રાજકોટ તાલુકાના ૩૦ ગામ, કોટડાસાંગાણી તાલુકાના ૮ ગામ અને જસદણ તાલુકાના ૩ ગામ મળી કુલ ૪૧ ગામોને સિંચાઇ માટે નર્મદાના નીર આપવા સૌની યોજના અંતર્ગત જોડવામાં આવશે. આ યોજના થકી અંદાજીત  ૧૪૫.૧૬૪ કિલોમીટર લંબાઇની પાઇપલાઇન દ્વારા  કુલ ૨૧૦૦ હેક્‍ટર (૫૧૯૦ એકર) જમીનને સિંચાઇના પાણીનો લાભ મળશે.  

 તેમણે વધુમાં જણાવ્‍યુ હતુ કે સિંચાઈ વિભાગના વિવિધ પ્રકલ્‍પો વિશે વિસ્‍તાર સહ જણાવતાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત લિંકપ્ર૩ ના પેકેજ ૧ થી ૬ સાથે ૪૫.૪૧ કરોડના ખર્ચે મૂળી, થાનગઢ, વાંકાનેર, રાજકોટ, લોધિકા અને કોટડાસાંગાણીના ૬૪ ગામોના ચેકડેમ, તળાવને ભરવાની કામગીરી કરવામાં આવશે. તો લિંકપ્ર૪ ના પેકેજ ૧ થી પ માં રૂ. ૫૪.૨૬ કરોડના ખર્ચે સુરેન્‍દ્રનગરના ચુડા, સાયલા, બોટાદ જિલ્લાના બોટાદ, ગઢડા, અમરેલી જિલ્લાના બાબરા, રાજકોટ જિલ્લાના વિંછીયા, જસદણ અને ગોંડલ તાલુકાઓના ૬૫ મોટા તળાવ અને ચેકડેમને જોડવાની કામગીરી પણ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. 

ઉપરાંત સૌરાષ્‍ટ્રના ગામેપ્રગામ પાણી પહોંચાડવા રાજય સરકારે નકકર આયોજન કર્યું છે  સૌરાષ્‍ટ્રના પાંચાળ તેમજ સુરેન્‍દ્રનગરના અનેક સૂકા વિસ્‍તારમાં પાણી પહોંચાડવા માટે વિશેષ યોજનાઓનું આયોજન થઈ ચૂકયું છે, સાથે જ સૌરાષ્‍ટ્રના દરિયાકિનારા વિસ્‍તારમાં ખારું પાણી અંદર ન આવે તેમજ ખેતીને નુકસાન ન કરે તે માટે વિયર બનાવવામાં આવશે તેમ જણાવી મંત્રીએ રાજ્‍યના સર્વાંગી વિકાસ સાથે રાજ્‍યનો પ્રત્‍યેક નાગરિક, તેનો ખેડૂત સમળદ્ધ બને અને ૨૦૪૭માં વિકસિત રાષ્‍ટ્રમાં પોતાનું યોગદાન આપે તેવી અભ્‍યર્થના વ્‍યક્‍ત કરી હતી.

આ પ્રસંગે મહિલા અને બાળ કલ્‍યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્‍યું હતું કે વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીની દૂરંદેશીનું ઉત્તમ ઉદાહરણ ‘સૌની' યોજના છે, જેના થકી રાજ્‍યની જીવાદોરી સમાન નર્મદા નદીના નીર ગામેપ્રગામ પહોંચ્‍યા છે. વડાપ્રધાન મોદીએ દરિયામાં વહી જતા નર્મદાના પાણીને અટકાવવા, ડેમની ઊંચાઈ વધારીને ૧૩૮ મીટર કરાવવાનું નક્કર આયોજન કર્યું અને સૌરાષ્‍ટ્રના છેવાડા સુધી પાણી પહોંચાડવા મજબૂત વ્‍યવસ્‍થા કરી. હાલના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ પણ  નરેન્‍દ્રભાઈના પાણીદાર અને સમળદ્ધ સૌરાષ્‍ટ્રના અભિયાનને આગળ ધપાવી રહ્યા છે.

 તેમણે જણાવ્‍યુ હતુ કે પાણી એ પારસમણિ  અને વિકાસનો આધાર છે, જેનો વિવેકપૂર્ણ ઉપયોગ ખૂબ જરૂરી છે, ત્‍યારે ધરતીપુત્રો માટે ૅસૌનીૅ યોજના નવા જીવનનો આરંભ છે ૪૧ ગામોમાં ૅસૌનીૅ યોજના કાર્યરત કરવા માટે જહેમત ઉઠાવનારા સૌ આગેવાનોની જહેમતને બિરદાવી હતી.

સાંસદ પરસોતમ રૂપાલાએ નર્મદા તથા સૌની યોજના માટેના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના વિશેષ પ્રયાસો વિશે જણાવતા કહ્યું હતું કે, નર્મદાના નીરનો લાભ સમગ્ર ગુજરાતને મળે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દૂરંદેશીભર્યું આયોજન કરી વર્ષ ૨૦૦૧થી જ અથાક પ્રયત્‍નો દ્વારા ભગીરથ કાર્ય કર્યું છે. જેના ફળ સ્‍વરૂપે આજે લોકોને ઘર આંગણે તેમજ સિંચાઈ માટે નર્મદાનું પાણી મળી રહ્યું છે.

 આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરીયા,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી,અધિક્ષક ઇજનેર પ્રેક્ષાબેન ગોસ્‍વામી,પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, અગ્રણીઓ લાખાભાઈ સાગઠીયા, ફઅર્જુનભાઈ ખાટરીયા, રેખાબેન સગારકા, બી.આર.મોકરીયા સહિત અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનો અને આજુબાજુના ગામોના લોકો ઉપસ્‍થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા સરધારના યુવા આગેવાન અને તાલુકા પંચાયતના સભ્‍ય ચેતનભાઇ પાણ,સરધારના સરપંચ પિન્‍ટુભાઇ ઢાકેચા,વાઘજીભાઈ મેવાસીયા, તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનભાઇ કથીરિયા,કોટડા સાંગાણી તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, જતીનભાઈ સિદ્ધપરા, મુકેશભાઈ મેર સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

(1:10 PM IST)