<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં મેઘ સવારી : નડિયાદ અને દસ્ક્રોઇમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

મહેમદાવાદ: 9.37 ઈંચ. માતર: 8.03 ઈંચ. મહુધા: 7.05 ઈંચ. વાસો: 6.22 ઈંચ.કઠલાલ: 5.31 ઈંચ.ઉમરેઠ: 5.28 ઈંચ વરસાદ

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ થયો છે.

મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં 86 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે.

 નડિયાદ: 10.43 ઈંચ,દસ્ક્રોઈ: 10.35 ઈંચ,મહેમદાવાદ: 9.37 ઈંચ,માતર: 8.03 ઈંચ,મહુધા: 7.05 ઈંચ,વાસો: 6.22 ઈંચ,કઠલાલ: 5.31 ઈંચ,ઉમરેઠ: 5.28 ઈંચ,સાણંદ: 4.96 ઈંચ અને ખેડા: 4.96 ઈંચ વરસાદ વરસ્યો હતો 

(1:20 PM IST)