તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
૧૩૦૪ અસામાજિક તત્વો સામે પાસાનો કોરડો વીંઝાયોઃ વિક્રમ સર્જક ઘટના
ત્રણ વ્યાજખોરો, દેહ વિક્રય, સગીર બાળાઓને ફસાવતા ૩૨ ભયજનક તત્વોને ફકત ૫ દિવસમાં અનુપમસિંહ ગેહલોતે પાસાના પિંજરે પૂરી દીધા : ગાંધીનગર સુધી જેની નોંધ લેવાઇ છે તેવા સુરત પીસીબી બ્રાન્ચના પાસા અભિયાન અંગેના વાયરલ ઘટનાની ભીતરી વાતો પીઆઇ આર.એસ. સુવેરા વર્ણવે છે

રાજકોટ, તા. ર૮: સુરત શહેરમાં નિર્દોષ લોકોને પરેશાન કરતા અને કાયદો વ્યવસ્થાની ઐસીતૈસી કરવા માટે જાણીતા ભયજનક તત્વોને પોલીસ શું કહેવાઈ એને કાયદો શું કહેવાઈ તેનું સૌરાષ્ટની આગવી પદ્ધતિ દ્વારા સરભરા કરાવવા સાથે ચાર્જ સાંભળ્યા પછી ૧૨૭૨ અસમાજિક તત્વોને પાસાના પિંજરે પૂરનાર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા છેલ્લા પાંચ દિવસમાં ૩૨ વધુ અસમાજિક તત્વોને પાસા હેઠળ ધકેલી દેવાયા છે, તેમ આ કાર્યવાહી જે બ્રાન્ચ દ્વારા ચાલે છે તેવા પીસીબી બ્રાન્ચના પીઆઇ આર.એસ. સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
કાપડના વ્યાપારી પાસે કાપડ ખરીદી હાથ ઊંચા કરનાર સુરેન્દ્રસિંગ, વ્યાજખોર રાહુલ, અજય, સાગર, દેહ વ્યાપારની પ્રવળતિ ચલાવતા અંગત, સગીર બાળાઓને ફસાવતા વિશાલ વિગેરેનો સમાવેશ હોવાનું પીઆઇ આર. એસ. સુવેરા જણાવે છે. તેઓએ વિશેષમાં જણાવેલ કે નો ડ્રગ્સ ઈન સુરત માફકનો વોન્ટેડ અભિયાન પોલીસ કમિશનરશ્રી દ્વારા જે શરૂ થયેલ છે, તેની ગાંધીનગર સુધી નોંધ લેવામાં આવી છે. અપરાધીઓમાં માનસિક ભય સાથે પ્રજામાં પોલીસ પ્રત્યે જબ્બર વિશ્વાસ ઊભો થયો છે. જેનાથી આખા પોલીસ સ્ટાફનો જુસ્સો વધ્યો છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
