<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

વડોદરાના દિવાળીપુરામાં સ્કૂલ બસની અચાનક બ્રેક ફેઈલ થતા નડ્યો અકસ્માત : ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

બાળકોના જીવ બચાવવા માટે બસને રોડ પર ઉભેલા એક લોખંડના પોલ સાથે અથડાવીને બસ રોકી દીધી

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા દિવાળીપુરા ખાતે બેંક ઓફ બરોડા સામે એક સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. સદનસીબે બસ ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. આ સ્કૂલ બસમાં લગભગ 10 થી 15 વિદ્યાર્થીઓ સવાર હતા. અકસ્માત બસની બ્રેક ફેઈલ થવાને કારણે સર્જાયો હતો. 

બસ ડ્રાઈવરે જણાવ્યું કે અચાનક બ્રેક ફેઈલ થતાં તેણે બાળકોના જીવ બચાવવા માટે બસને રોડ પર ઉભેલા એક લોખંડના પોલ સાથે અથડાવીને બસ રોકી દીધી હતી. ડ્રાઈવરની આ હિંમતભરી કાર્યવાહીને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જો ડ્રાઈવરે આ સમયસૂચકતા ન દાખવી હોત તો વધુ ગંભીર પરિણામ આવ્યું હોત.

અકસ્માત બાદ તરત જ સ્થાનિકો અને વાલીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાએ ફરી એકવાર સ્કૂલ બસોની નિયમિત જાળવણી અને સુરક્ષા તપાસના મહત્વ પર ભાર મૂક્યો છે.

(7:28 PM IST)