<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

રાધનપુર, સાંતલપુર અને સમીના કોગ્રેસના આગેવાનોએ પ્રાંત કચેરી ખાતે 32 જેટલા પ્રાણ પ્રશ્નોને આવેદન આપ્યું

જો આ પ્રશ્નોનો નિકાલ નહિ થાય તો કોગ્રેસ પક્ષે ધરણા અને જરૂર પડે તો રોડ પર ઉતરી આંદોલન કરવાની ચીમકી પણ આપી

પાટણના રાધનપુર વિસ્તારમાં હજી પણ અનેક પ્રશ્નોનું નિરાકણ આવ્યું નથી એવો કોંગ્રેસના આગેવાનોએ દાવો કર્યો છે. હવે રાધનપુર, સાંતલપુર અને સમીના કોગ્રેસના આગેવાનોએ રાધનપુર પ્રાંત કચેરી ખાતે 32 જેટલા પ્રાણ પ્રશ્નોને લઈને પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું છે.

રાધનપુર, સાંતલપુર અને સમીના કોગ્રેસના આગેવાનોએ રાધનપુર વિધાનસભા મત વિસ્તારના રોડ રસ્તા, શિક્ષણ, આરોગ્ય, ખાતર, રોજગારી સહીતના પ્રશ્નો અંગે લેખિતમાં પ્રાંત કચેરી ખાતે રજુઆત કરી છે. આવેદન પત્ર આપવા ગયેલા કોંગ્રેસના આગેવાનોએ ભાજપ હાય હાય અને કોંગ્રેસ પાર્ટી જિંદા બાદના નારા પણ લગાવ્યા હતા.

કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ પ્રાંત કચેરી ખાતે કલેક્ટરને લેખિતમાં આવેદન પત્ર આપ્યા બાદ પ્રશ્નોના નિકાલ માટે એક મહિનાની સમય મર્યાદા આપવામાં આવી હતી. જો આ પ્રશ્નોનો નિકાલ નહિ થાય તો કોગ્રેસ પક્ષે ધરણા અને જરૂર પડે તો રોડ પર ઉતરી આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

(7:39 PM IST)