<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

અમદાવાદ મનપામાં છેલ્લા વીસ વર્ષથી ભાજપનું રાજ:સુવિધા આપવાને બદલે દુવિધા જ આપવામાં આવી છે : કોંગ્રેસના પ્રહાર

પ્રિ મોન્સુન સમયે દાવો કરાયો હતો કે ક્યાં કેટલું પાણી ભરાશે તે AI ટેક્નોલોજીથી જાણી ત્યાં તરત જ નિકાલ કરવામાં આવશે. ગઈકાલે AI ટેક્નોલોજી તો ઠીક એક પણ અધિકારીઓ રસ્તા પર ના દેખાયા

અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા વીસ વર્ષથી ભાજપનું રાજ છે. આ વીસ વર્ષમાં અમદાવાદીઓને સુવિધા આપવાને બદલે દુવિધા જ આપવામાં આવી હોવાનુ કોંગ્રેસે જણાવ્યું છે. અમદાવાદમાં ભાજપની દયાને કારણે પાણી ભરાવવાની સમસ્યા ઉકેલાવાને બદલે વધી રહી છે. દર વર્ષે નવા નવા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ રહી છે. 

  ભાજપ પાણી ભરાવવાની સમસ્યાનો વિકાસ કરે છે. ગઈકાલ રવિવારે પડેલા વરસાદે અમદાવાદ શહેરના 48 વોર્ડમાં પાણી ભરાઈ ગયા હતા. મનપાના અધિકારીઓ ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓને ઉઠા ભણાવે છે. પ્રિ મોન્સુન સમયે દાવો કરાયો હતો કે ક્યાં કેટલું પાણી ભરાશે તે AI ટેક્નોલોજીથી જાણી ત્યાં તરત જ નિકાલ કરવામાં આવશે. ગઈકાલે AI ટેક્નોલોજી તો ઠીક એક પણ અધિકારીઓ રસ્તા પર ના દેખાયા. .


 

(9:44 PM IST)