News of Monday, 28th July 2025
આંબેઠી રોડ પર પાણી ભરાવાની સમસ્યા, ગ્રામજનો દ્વારા તાત્કાલિક નિકાલની માગ
લોકોને ગટરના પાણીની સમસ્યાઃમાર્ગમાં અવરજવર કરતા લોકો, ખેડૂતો, સ્કૂલ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે

ધોળકા,તા.૨૮
ધોળકા તાલુકાના આંબેઠી ગામ જવાના રસ્તા પર ગટર અને વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આંબેઠી, અંધારી, વીરપુર, વૌઠા ગામના લોકોને આ માર્ગ પરથી પસાર થવામાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. ખેડૂતો, સ્કૂલ અને કોલેજના વિધાર્થીઓને પણ ભારે હાલાકી પડી રહી છે. સ્થિતિ એવી છે કે રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહનો ફસાઈ જવાના પણ બનાવો બની રહ્યા છે. આ પાણીના તાત્કાલિક નિકાલ માટે ગ્રામજનો દ્વારા ઉગ્ર માગ કરવામાં આવી રહી છે.
ધોળકા તાલુકાના આંબેઠી ગામ તરફ જતા રસ્તા પર વરસાદી અને ગટરના પાણી ભરાયા હોવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ માર્ગમાં અવરજવર કરતા લોકો, ખેડૂતો, સ્કૂલ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગનો ઉપયોગ આંબેઠી, અંધારી, વીરપુર, વૌઠા ગામના લોકો કરી રહ્યા છે. ત્યારે આ લોકોને માર્ગમાં ગટરના પાણી અને વાહનોને ફસાવવાની સમસ્યા નડતર રૃપ બની છે. ત્યારે યુદ્ધના ધોરણે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગ ઉઠી છે. માર્ગના ચારે તરફ એટલું પાણી ભરાયું છે કે જવા માટેનો રસ્તો પણ દેખાઈ રહ્યો નથી. જેથી વાહનો ફસાય તેવી સ્થિતિ પણ સર્જાય છે.
અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હાર્દિકસિંહ દાયમાએ આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને લોકોને પડતી મુશ્કેલીને ઝડપથી દૂર કરવા માટે તંત્રને અપીલ કરી છે. આ માર્ગનો ઉપયોગ ત્રણથી ચાર ગામના લોકો કરી રહ્યા છે. ત્યારે વહેલામાં વહેલી તકે પાણીનો નિકાલ કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
