<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

દસક્રોઇ તાલુકામાં આભ ફાટયું, ભાત ગામ પાણીમાં થયું ગરકાવ

ભાત ગામની સ્થિતિ કથળીઃધારાસભ્ય અને તંત્રને જાણે ગામમાંથી પાણી કાઢવમાં કોઈ રસ જ ના હોય તેવું લાગી રહ્યું છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, દર ચોમાસામાં ગામમાં પાણી ભરાઈ જાય છે

અમદાવાદ,તા.૨૮

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો છે જેના કારણે ગામોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, દસક્રોઇના ભાત ગામમાં પાણી પાણી થઈ ગયું છે,  લોકોને ઘરની બહાર જઉં હોય તો ટ્રેકટરનો સહારો લેવો પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર ભાતમાં ગામની સ્થિતિ કથળી છે, મંદિરથી લઈને શાળામાં પાણી ફરી વળતા જનજીવન પર તેની માઠી અસર જોવા મળી છે, ભાત ગામમાં ૮૦૦૦ જેટલી વસ્તી છે અને પાણી ભરાવાથી લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે, ભાત ગામ જાણે દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે, ત્યારે ધારાસભ્ય અને તંત્રને જાણે ગામમાંથી પાણી કાઢવમાં કોઈ રસ જ ના હોય તેવું લાગી રહ્યું છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, દર ચોમાસામાં ગામમાં પાણી ભરાઈ જાય છે.અમદાવાદના દસક્રોઈ તાલુકામાં ૧૦ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે, ફકત ભાત ગામ જ નહી પરંતુ આસપાસના ગામોમાં પણ આ જ સ્થિતિનું નિર્માણ થયું છે,

ગામમાં પાણી ફરી વળતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થયું છે, સાથે સાથે લોકોના ઘરમાં પણ પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે, ધોળકા રોડ પર પણ ભરાયા છે વરસાદી પાણી તો બીજી તરફ ભાતથી બદરખા જવાનો રસ્તો જળમગ્ન થયો છે, ધોળકા જવાના મુખ્ય માર્ગ પર કેડસમા પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર થઈ છે.

(10:09 PM IST)