<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

આજથી એક સપ્‍તાહ સાર્વત્રિક વરસશે, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્‍થિતિ સર્જાઈ શકે

રાજકોટમાં સવારે ઝરમર વરસી ગયા બાદ વાદળછાયુ વાતાવરણ : પવનના જોર વચ્‍ચે રાજ્‍યના અન્‍ય વિસ્‍તારોમાં સામાન્‍યથી ભારે વરસાદ પડી શકેઃ હવામાન ખાતુ

અમદાવાદઃ આગામી ૭ દિવસ રાજ્‍યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  આગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી અત્‍યંત ભારે વરસાદનું એલર્ટ હોવાનું હવામાન વિભાગનું માનવું છે. આગામી પાંચ દિવસ દરિયો તોફાની બનશે. આ કારણે  માછીમારોને આગામી ૧ ઓગસ્‍ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. 

હાલમાં ૩ સિસ્‍ટમ્‍સ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્‍થિતિ સર્જાઈ શકે છે.  અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્‍યમથી ભારે વરસાદની   હવામાન વિભાગના ડાયરેક્‍ટર ડો. એ. કે. દાસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. 

દક્ષિણ ગુજરાત સહિત ૨૦થી વધારે જિલ્‍લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે.  રાજ્‍યના અન્‍ય વિસ્‍તારોમાં સામાન્‍યથી ભારે વરસાદ વરસી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાઈ પવન શકે છે.આ ઉપરાંત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્‍ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કુલ ૨૧ જિલ્‍લાઓ અને દમણ-દાદરાનગર હવેલી સહિતના કેન્‍દ્રશાસિત પ્રદેશો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. આ વિસ્‍તારોમાં પણ હળવાથી મધ્‍યમ વરસાદની સંભાવના છે. નાગરિકોને સાવચેતી રાખવા અને તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. સામાન્‍ય વરસાદથી વધુ વરસાદની શક્‍યતા હોવાથી નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે. ખાસ કરીને વાહનચાલકોને પાણી ભરાયેલા રસ્‍તાઓ પર કાળજીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે.

દરમિયાન રાજકોટ શહેરમાં આજે સવારે આઠેક વાગ્‍યાની આસપાસ ઝરમર વરસી ગયા. બાદ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

(4:03 PM IST)