તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
અમદાવાદના ચકચારી 1.50 કરોડના ડ્રગ્સ કેસમાં પકડાયેલા 2 ગુનેગારોને સ્પે. NDPS કોર્ટે15 વર્ષ કેદની સજા ફટકારી
આરોપીઓને દોષિત ઠેરવીને 2 લાખ રુપિયાનો દંડ પણ ફટકાર્યો : કોર્ટે આરોપીઓ પાસેથી મળેલ રોકડ રકમ મામલે ઈન્કમટેક્સ વિભાગને જાણ કરવા કોર્ટે આદેશ કર્યો

અમદાવાદ :વર્ષ 2019માં એસ.જી. હાઈવે પર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ મઝહર હુસેન તેજાબવાલા અને ઈમ્તિયાઝ શેખ નામક શખ્શો પાસેથી 1.5 કરોડના ડ્રગ્સ સહિત 2.01 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કેસમાં સ્પે. NDPS કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવીને 2 લાખ રુપિયાનો દંડ અને 15 વર્ષની સજા ફટકારી છે. મદદનીશ સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોર એ કેસમાં ધારદાર દલીલો કરતા સ્પે. NDPS કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ ઉપરાંત કોર્ટે આરોપીઓ પાસેથી મળેલ રોકડ રકમ મામલે ઈન્કમટેક્સ વિભાગને જાણ કરવા કોર્ટે આદેશ કર્યો છે.
અમદાવાદ 24 કલાક ધમધમતા એસ.જી. હાઈવે પર 26મી સપ્ટેમ્બર 2019 ના રોજ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ મઝહર હુસેન તેજાબવાલા અને ઈમ્તિયાઝ શેખ નામક શખ્શો પાસેથી 1.5 કરોડના ડ્રગ્સ સહિત 2.01 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ બંને આરોપીઓ મુંબઈના ડોંગરી વિસ્તારના કુખ્યાત ડ્રગ્સ ડીલર અસ્ફાક બાવા પાસેથી ડ્રગ્સ લાવતા હતા. આ બંને આરોપીઓ વિરુદ્ધ સ્પે. NDPS કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવીને 2 લાખ રુપિયાનો દંડ અને 15 વર્ષ કેદની સજા ફટકારી છે.
6 વર્ષ જૂના એક કેસમાં સ્પે. NDPS કોર્ટે ઉદાહરણીય ચુકાદો આપ્યો છે. વર્ષ 2019માં અમદાવાદના એસ.જી. હાઈવે પરથી 1.5 કરોડના ડ્રગ્સ સહિત 2.01 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ મઝહર હુસેન તેજાબવાલા અને ઈમ્તિયાઝ શેખ નામક શખ્શોની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ વિરુદ્ધ સ્પે. NDPS કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવીને 2 લાખ રુપિયાનો દંડ અને 15 વર્ષ કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીઓ પાસેથી મળેલ રોકડ રકમ મામલે ઈન્કમટેક્સ વિભાગને જાણ કરવા આદેશ કર્યો છે. આ સમગ્ર સુનાવણી દરમિયાન મદદનીશ સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરે ધારદાર દલીલો કરી હતી.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
