<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

અમદાવાદ એસજી હાઈવે પર પાંચ નવા ફૂટ ઓવર બ્રિજ બનાવાશે : હાઇકોર્ટના નિર્દેશ બાદ મહત્વપૂર્ણ નિર્ણય

હાઈકોર્ટે એસજી હાઈવેની ખામીયુક્ત ડિઝાઇન અને રાહદારીઓની સલામતી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ કાર્યવાહી હાઈકોર્ટના નિર્દેશ બાદ હાથ ધરાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના એસજી હાઈવે પર પાંચ નવા ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ કરવામાં આવ્યો છે, જેમાં હાઈકોર્ટે એસજી હાઈવેની ખામીયુક્ત ડિઝાઇન અને રાહદારીઓની સલામતી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ કાર્યવાહી હાઈકોર્ટના નિર્દેશ બાદ હાથ ધરાઈ છે.

AMC દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરાયેલા સોગંધનામા મુજબ, આ પાંચ નવા ફૂટ ઓવર બ્રિજ થલતેજ અંડરપાસ નજીક, પકવાન ફ્લાય ઓવર અને વૈષ્ણવદેવી સર્કલ પાસે બનાવવામાં આવશે. હાલમાં, આ તમામ બ્રિજના નિર્માણ માટે ટેકનિકલ એપ્રુવલ લેવાનું બાકી છે.

હાઈકોર્ટે એસજી હાઈવેની ડિઝાઇનને લઈને જે સવાલો ઉઠાવ્યા હતા, તેના જવાબમાં AMCએ કોર્ટમાં એક સોગંધનામું રજૂ કરીને આ કાર્યવાહી હાથ ધરી છે. રાહદારીઓની સલામતી સુનિશ્ચિત કરવા અને હાઈવેની ખામીયુક્ત ડિઝાઇનને સુધારવા માટે ફૂટ ઓવર બ્રિજની જરૂરિયાત અત્યંત જણાવાઈ રહી છે. આ ઉપરાંત, AMCએ કોર્ટને એ પણ જાણ કરી છે કે શહેરમાં બે ફૂટ ઓવર બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. કેમ્પ હનુમાન અને શાહીબાગ ખાતે બનાવવામાં આવેલા આ ફૂટ ઓવર બ્રિજના રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

(1:50 PM IST)