<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

૪૦ હજાર શિક્ષકોની જગ્‍યાઓ ખાલી છે, સરકાર તુરત ભરતી કરે : મનીષ દોશી

નિવૃત્ત શિક્ષકો અંગેના પરિપત્રથી વ્‍યાપક રોષ ફેલાયેલ

રાજકોટ, તા. ર૯ : નિવળત શિક્ષકોની ભરતી કરવાનો સરકારનો નિર્ણય, વ્‍યાપક વિરોધ થતા  પરીપત્ર રદ કરવાની ફરજ પડી ત્‍યારે ભાજપ સરકારના શિક્ષણ વિભાગના  નિર્ણય પર આકરા પ્રહાર કતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્‍વીનર અને કોંગ્રેસના પ્રવક્‍તા ડો.મનીષ દોશીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારના ભ્રષ્ટાચારના એપી સેન્‍ટર શિક્ષણ વિભાગ દ્રારા એક વિવાદાસ્‍પદ અવિચારી પરિપત્ર જેના કારણે ગુજરાતમાં ૫૦ હજાર જેટલા ટેટ-ટાટ પાસ યુવક યુવતીઓ જે લાંબા સમયથી રોજગાર માટે લડત ચલાવે છે અને રાહ જોઈને બેઠા હતા તેમનામાં ભારોભાર આક્રોશ હતો. ૧ લાખ જેટલા પીટીસી પાસ ઉમેદવારોને તક નહીં મળે તે માટે રોષ હતો. સરકાર આવા અવિચારી પરીપત્રો કરવાનું બંધ કરે.

સરકાર ગુજરાતમાં લાંબા સમયથી અટકાવી રાખેલી શિક્ષકોની ભરતી પ્રક્રિયા તાત્‍કાલિક પૂર્ણપણે ચાલુ કરે, કારણ કે ગુજરાતમાં ૪૦ હજાર શિક્ષકોની સરકારી અને ગ્રાન્‍ટેડ શાળાઓમાં જગ્‍યાઓ લાંબા સમયથી ખાલી છે.

એક તરફ ટેટ-ટાટ પાસ ઉચ્‍ચ લાયકાત ધરાવતા યુવક યુવતીઓ રાહ જુવે છે બીજી તરફ ગ્રામ્‍ય વિસ્‍તારની શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષક જ ન મળે આનાથી મોટો અન્‍યાય હોય શકે નહીં. શિક્ષણ વિભાગ પહેલા એક ફતવો બહાર પાડે અને વ્‍યાપક ઉહાપોહ ઉભો થાય એટલે બીજો પરીપત્ર બહાર પાડે છે.

હકીકતમાં સરકારની સુનિયોજીત નીતિના કારણે આ ખેલ રચાય છે.

સરકાર યુવાનોનું હિત ઈચ્‍છતી હોય ગ્રામ્‍ય વિસ્‍તારના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માંગતી હોય તો તાત્‍કાલિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા સમય મર્યાદામાં જાહેરાત કરે અને પૂર્ણ કરે.

આવા અવિચારી પરીપત્ર કરનાર અને આ પરીપત્ર કોના ઈશારે કરવામાં આવ્‍યો હતો ?  મંત્રીની દેખરેખ નીચે આ ખેલ ચાલે છે. મંત્રીએ જવાબદારી સ્‍વીકારી જે અધિકારીઓએ આ પ્રકારનો નિર્ણય કર્યો છે તેમના ઉપર પગલા ભરાવા જોઈએ..અને અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ તેવી કોંગ્રેસે માંગ કરી છે.

(4:02 PM IST)