News of Tuesday, 29th July 2025
અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં વરસાદના કારણે ડાયવર્જન ધોવાતા શામળાજી - ભિલોડા - ઈડર હાઈવે બંધ : ઈડર તરફ જતા લોકોને મુશ્કેલી
સ્ટેટ હાઈવે પર બની રહેલા ગરનાળાને લઈને અપાયેલા ડાયવર્જન ધોવાઈ જવાના કારણે ગુનિયા કૂવા, ડોડીસરા, જેસીંગપુર સહિતના ગામોના લોકો તેમજ શામળાજીથી ભિલોડા થઈને ઈડર તરફ જતા વાહન ચાલકોને તકલીફ

અરવલ્લી તા.૨૯ :અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં વરસાદના કારણે ડાયવર્જન ધોવાઈ જવાથી શામળાજી - ભિલોડા - ઈડર હાઈવે બંધ થયો હતો જેના કારણે શામળાજી થી ભિલોડા થઈને ઈડર તરફ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
અરવલ્લી જિલ્લામાં વરસાદથી રોડ રસ્તાઓ બંધ થયા હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદના કારણે શામળાજીથી ભિલોડા થઈને ઈડર જતા સ્ટેટ હાઈવે પર બની રહેલા ગરનાળાને લઈને અપાયેલા ડાયવર્જન ધોવાઈ જવાના કારણે ગુનિયા કૂવા, ડોડીસરા, જેસીંગપુર સહિતના ગામોના લોકો તેમજ શામળાજીથી ભિલોડા થઈને ઈડર તરફ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વરસાદમાં ગરનાળા ધોવાઈ જવાથી બે દિવસ માટે રસ્તો બંધ રહ્યો હતો. જોકે વરસાદે વિરામ લેતા તંત્રએ ડાયવર્જન રિપેર કરીને રસ્તો કાર્યરત કર્યો છે.
ભિલોડાના ધંબોલીયા સહિતના માર્ગો પર ચાલી રહેલા ગરનાળા કામોની બાજુમાં અપાયેલા ડાયવર્જન નજીવા વરસાદમાં જ ધોવાઈ જતા હોવાથી લોકોએ તંત્રના કામથી નારાજ થઈ તંત્ર ડાયવર્જનમાં યોગ્ય કામગીરી કરે તેવી માંગ કરી રહ્યા છે. જો તંત્ર યોગ્ય કામગીરી કરે છે તો વરસાદ સમયે પણ ડાયવર્જનનું ધોવાણ ન થાય અને રસ્તો કાર્યરત રહે જેથી સ્થાનિકો તેમજ અવર જવર કરતા લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
