તા. ૧૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૮ મંગળવાર
News of Tuesday, 29th July 2025
પરંપરાગત ભારતીય સંગીતનો પ્રચાર અને વિદેશ યાત્રા
વિદેશમાં અનેક કલાકારો આપણા સંગીતનો મનમૂકીને પ્રચાર કરે છે. ડો. મોનિકા શાહ

પ્રિય વાચક મિત્રો, મજામાં હશો, અમેરિકાની મારી સફરમાં અનેક કલાકારો, સંગીત રસિકો, વિદ્યાર્થીઓ, આયોજકોને સહજતાથી મળવાનું થઇ ગયું. આપણા ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રત્યેનો અપાર પ્રેમ જોઇ મારૃં હૃદય આનંદથી ભાવવિભોર થઇ જતું.
દોઢ મહિનાના સાંગીતિક પ્રવાસમાં ગુરૃપરંપરાને આગળ ધપાવી વિદેશમાં રસિકગણના હૃદયમાં સ્થાન લેવાનો આનંદ અને સંતોષ થયો. ખૂબ કાર્યક્રમો-સંગીતની ગોષ્ઠી, શિબિરો કરી અને શિક્ષણ પણ આપ્યું. આ પાંચ પાસા શાસ્ત્રીયસગીતના પ્રચાર અને પ્રસારના મહત્વના સાધનો છે અંગ છે. વિદેશમાં અનેક કલાકારો આપણા સંગીતનો મનમૂકીને પ્રચાર કરે છે, અને અનેક સંસ્થાઓના માધ્યમથી અમે આપણા સંગીતને જીવંત રાખીએ છીએ.
મેરીલેન્ડમાં મને પરંપરા સ્કૂલ ઓફ પરર્ફોમીંગ આર્ટસમાં શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ કરવા આમંત્રિત કરવામાં આવી. સંગીત રસિક ગણે કાર્યક્રમ ખૂબ માણ્યો''Mother's day''ના દિવસે કાર્યક્રમ એટલે રાગ યમનમાં સરસ્વતીનો બડા ખ્યાલ અને છોટા ખ્યાલે દિવ્ય વાતાવરણ રમતુ મૂકયુ, ત્યારબાદમા અંબા સ્તુતિ, દેશી ઠુમરી, ટપ્પા, ભજન અને દાદરાની પ્રસ્તુતિથી શ્રોતાગણ આનંદ વિભોર બની ગયા અને મને પણ તેનો ખૂબ આનંદ અને સંતોષ થયો. મિત્રો સૌથી મહત્વની વાત આ પરંપરા સંસ્થાના સંચાલિકા કું. પૂર્વી નાણાવટી પોતે પણ ઉમદા કલાકાર છે. સરળ, મૃદુ, સ્મિત, સંગીત પ્રત્યે અપાર પ્રેમ મે પૂર્વીબેનમાં જોયો, જન્મ અમેરિકામાં પણ સંસ્કાર સંપૂર્ણ ભારતીય, પિતા શ્રી ઉદયભાઇ મોટા ડોકટર અને માતા પૌલમીબેન દિકરીની કારકિર્દીમાં ઊંડો રસ ધરાવે. ૭ વર્ષની ઉંમરથી પૂર્વીને સંગીતની તાલીમ અપાવવાનું શરૃ કર્યું સૂરીલો મીઠો કંઠ અને ધગશથી પૂર્વી સંગીત કરતી ગઇ અને પોતાની કારકિર્દી સંગીતમાં કરવાનો નિર્ણય કર્યો. ઉદયભાઇએ પ્રેમથી વધાવી લીધો અને ત્યારબાદ ચાર વર્ષ ભારતમાં રહીને સંગીત વિશારદ કર્યું અને પૂનાની ભારતીય વિદ્યાપીઠમાં સંગીતમાં એમ.એ.ની ડીગ્રી મેળવી, પૂર્વીબેન મારી સાથે સમજણ પૂર્વકની હાર્મોનિયમ સંગીત કરી હતી. સાથે તબલાવાદક શ્રી સૌવિક ધોષે અને તાનપુરા પર કું. પ્રાચી પટેલે સુસંગીત કરી પૂર્વી વિદેશમાં રહીને સંગીત ક્ષેત્રે પરંપરાગત શિક્ષણ આપે છે, અને વિવિધ કાર્યક્રમો કરે છે. મિત્રો, પોતાની Passion (પ્રબળ મનોભાવ) જયારે પ્રોફેશનમાં બદલાય છે ત્યારે અનેરો રંગ લાવે છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે કુ. પૂર્વી નાણાવટી હુ તેમને બિરદાવું છું.
ડો. મોનિકા શાહ શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય ગાયિકા, આરાધના
સંગીત એકેડેમી, અમદાવાદ ઇમેલઃ
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
