તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
ભારે પવનને કારણે ગિરિમથક સાપુતારાના સર્પગંગા તળાવમાં બોટિંગ બંધ: ધુમ્મસભર્યા વાતાવરણમાં વાહનચાલકોને હાલાકી
ડાંગ જિલ્લાના સૌથી ઉંચો ગણાતો ગીરા ધોધને જોવા માટે ગુજરાત જ નહીં પરંતુ આસપાસના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવી ચડ્યા

ડાંગ જિલ્લામાં પ્રવાસીઓની ભીડ આજ઼મી છે ખાસ કરીને શનિવાર-રવિવારની રજા અને એમ પણ વરસાદની મોસમમાં પ્રવાસીઓ માટે પહેલી પસંદ એટલે ડાંગ જિલ્લો. ચોમાસાની રાહ જોઈને બેઠેલા પ્રવાસીઓ વરસાદ ના આગમન સાથેજ ડાંગ જિલ્લાની સફરે નીકળી પડતા હોય છે, હાલ ડાંગ જિલ્લામાં ઝરમર વરસાદ ચાલુ છે.
સાપુતારામાં વહેલી સવારથી ઝરમર વરસાદ વચ્ચે ધુમ્મ્સ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારે પવનને કારણે ગિરિમથક સાપુતારાના સર્પગંગા તળાવમાં બોટિંગ બંધ કરવામાં આવી છે. પવન ફુંકાતા ખરાબ વાતાવરણને કારણે પ્રવાસીઓની સુરક્ષા માટે બોટિંગ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મુખ્ય માર્ગ ઉપર ધુમ્મ્સને કારણે ઝીરો વિઝિબિલિટી જોવા મળી રહી છે. ધુમ્મ્સને કારણે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ આહાવા નજીક શંકરધોધ પાસે ખુબજ સુંદર દ્રશ્યો જોવા મળ્યા છે.
ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય સાથે પહાડોની વચ્ચે અંબિકા નદી ઉપરના ગીરા ધોધને માણવા આવતા હોય છે. સાથે સાપુતારા ખાતે બોટિંગ અને એડવેન્ચર એક્ટિવિટી માણવાનું પણ પ્રવાસીઓ ચુકતા નથી. ડાંગ જીલ્લામાં ચોમાસાની સીઝન અને સાથે રવિવારની રજા એટલે બાળકોથી લઈને મોટા લોકો માટે મજાનો દિવસ છે. ગુજરાતમાં ચોમાસાના પ્રારંભની સાથે જ સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ નદી-નાળા અને જળાશળો ભરપુર છલોછલ થઇ ગયા છે, એટલુ જ નહીં મોટાભાગના ધોધ પણ જીવંત થયા છે. આ બધાની વચ્ચે ડાંગ જિલ્લામાં આવેલા ગીરા ધોધનો આહલાદક નજારો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો, જેમાં જોઈ શકાય છે કે ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ડાંગ જિલ્લાના સૌથી ઉંચો ગણાતો ગીરા ધોધને જોવા માટે ગુજરાત જ નહીં પરંતુ આસપાસના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવી ચડ્યા છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
