<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

વલસાડમાં નેશનલ હાઇવે પર ઠેકઠેકાણે ખાડા: જિલ્લા પંચાયતના પ્રમુખ અને અને કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ ખાડામાં બેસી વિરોધ નોંધાવ્યો

કપરાડા નજીક નાનાપોંઢા-નાશીક નેશનલ હાઇવે પર રાજકીય અગ્રણીઓના ધરણા પર બેઠા: વલસાડ જિલ્લામાં નેશનલ હાઇવેની ખરાબ હાલતને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો

વલસાડમાં નેશનલ હાઇવે પર ઠેકઠેકાણે ખાડા પડી ગયા છે. આ ખાડાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કામ ન થતા વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલે તંત્ર સામે બાંયો ચડાવી છે. કપરાડા નજીક નાનાપોંઢા-નાશીક નેશનલ હાઇવે પર રાજકીય અગ્રણીઓ ધરણા પર બેસી ગયા છે. આક્રમક દેખાવકારોએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી ખાડા રિપેરિંગની લેખિત ખાતરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખે હાઇવે પર પડેલા ખાડામાં અડીંગો જમાવ્યો છે. વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવેની ખરાબ હાલતને લઈ પ્રમુખનો અનોખો વિરોધ નોંધાવ્યો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ અને કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ ખાડામાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો. કપરાડા નજીક નાનાપોંઢા-નાશીક નેશનલ હાઇવે પર રાજકીય અગ્રણીઓના ધરણા પર બેઠા છે. વલસાડ જિલ્લામાં નેશનલ હાઇવેની ખરાબ હાલતને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે

હવે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ખાડાઓથી ત્રસ્ત થયા હોય તેવું લાગી રહ્યું છે. ખાડાઓ રીપેરીંગ નહીં થતા તંત્રની સામે જ બાંયો ચડાવી હાઇવે પર પડેલા ખાડા પર ખૂરશીમાં બેસીને ધરણા કરી રહ્યા છે. જ્યાં સુધી ખાડા રિપેરિંગની લેખિત ખાતરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચિમકી ઉચારી છે. વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ જ ખુદ રસ્તા પર ઉતરતા તંત્રમાં દોડધામ મચી છે.

(7:17 PM IST)