તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
બંધ બોડીના ટેમ્પામાં દારૂની હેરાફેરી ઝડપી લેતી ઉધના સર્વેલન્સ ટીમ : દારૂની 1332 નાની મોટી બોટલો સહીત 12.47 લાખનો મુદામાલ જપ્ત
રૂપિયા 11,37,600ની મિમતની દારૂની બોટલો, અતુલ શક્તિ કંપનીનો બંધ બોડી ટેમ્પો, મોબાઈલ મળીને કુલ રૂપિયા 12,47,600ની મત્તાનો પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી ઉંઘના સર્વેલન્સ ટીમ.

સુરત શહેર પોલીસ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત તથા ખાસ પોલીસ કમિશ્નર વાબાંગ જામીર સેકટર-૧ સાહેબ તથા I/C નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૨ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ચિરાગ પટેલ “સી” ડીવીઝન નાઓએ સુરત શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની પ્રવૃતિ સદંતર બંધ કરવા માટે સુચના આપેલ.
ઉપરોક્ત સુચના અનુસંધાને ઉઘના પો.સ્ટે.ના પો.ઇન્સ.એસ.એન.દેસાઇ તથા ।। પો.ઇન્સ.જે.એસ.ઝાંબરે નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સ.ઇ.એમ.કે.ઇશરાણી નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.દેસાઇ નાઓની બાતમી હકીકત આધારે સુરત ઉધના, એમ.જી.રોડ નં.૧૧ ઉપર જાહેરમાથી એક અતુલ શક્તિ કંપનીનો લીલા કલર નો બંધ બોડીના ટેમ્પોમા દારૂની હેરાફેરી કરનાર આરોપીઓ (૧) શકીલુદ્દીન તરીકુદીન ફારૂકી ઉ.વ-૨૮ રહે ઘર.નં.૩૫૩ સંજયનગર ઝુપડપટ્ટી ઉધના સુરત નાઓને ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની કાચની તથા પ્લાસ્ટીકની નાની મોટી બોટલો કુલ નંગ.1332 તથા જેની કુલ કિંમત રૂપિયા 11,47,600/- ની મત્તાના પ્રોહીના જથ્થા સાથે પકડી પાડી ઉધના પો.સ્ટે. પાર્ટ C ગુ.ર.નં.-૧૧૨૧૦૦૪૭૨૫૧૪૪૦/૨૦૨૫ પ્રોહી એક્ટની કલમ-૬૫(એ)(ઇ),૮૧,૯૮(૨) તથા ભારતીય ન્યાય સહીતાની ૨૦૨૩ ની કલમ ૧૧૧(૩)(૪) મુજબ ગુનો નોંધી ઉપરોક્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ખુબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.
આરોપીના નામ-સરનામા (૧) શકીલુદ્દીન તરીકુદીન ફારૂકી ઉ.વ-૨૮ રહે ઘર.નં.૩૫૩ સંજયનગર ઝુપડપટ્ટી ઉધના સુરત
આરોપી શકીલુદ્દીન તરીકુદીન ફારૂકી નો ગુનાહિત ઇતિહાસ (૧) ઉધના પો.સ્ટે. પાર્ટ “સી” ગુ.૨.નં.૧૬૬૭/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ-૬૫(એ)(ઈ), મુજબ(૨) ઉધના પો.સ્ટે. પાર્ટ “બી” ગુ.૨.નં.૧૩૯૫/૨૦૨૦ જુગાર ધારા ૧૨ મુજબ (૩) ઉધના પો.સ્ટે. પાર્ટ “સી” ગુ.૨.નં.૭૬૫/૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ-૬૫(એ) (ઈ), ૧૧૬(બી) ૯૮(૨),૮૧,૮૩,૮૬ મુજબ(૪) ઉધના પો.સ્ટે. બી* ગુ.ર.નં.૦૬૩૫/૨૦૨૩ જુગાર ધારા ૧૨ મુજબ
વોન્ટેડ આરોપીઓ
(૧) સફીકુદ્દીન ઉર્ફે લાલો તરીકુદ્દીન ફારુકી રહે સંજયનગર ઝુપડપટ્ટી ઉધના સુરત(૨) સોહેલુદ્દીન તરીકુદ્દીન ફારુકી રહે સંજયનગર ઝુપડપટ્ટી ઉધના સુરત(૩) શરીફુદ્દીન તરીકુદ્દીન ફારુકી રહે સંજયનગર ઝુપડપટ્ટી ઉધના સુરત(૪) અજાણ્યો ઇસમ રહે ઉદવાદા (માલ આપનાર)
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીપો.ઇન્સ. એસ.એન.દેસાઇ તથા II પો.ઈન્સ. જે.એસ.ઝાંબરે નાઓના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ પો.સ.ઈ. એમ.કે.ઇશરાણી નાઓના નેતૃત્વમા ઉધના સર્વેલન્સની ટીમ દ્રારા પ્રશંસનીય કામગીરી કરેલ છે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
