<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં મેઘમહેર : માત્ર 8 તાલુકામાં જ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો

કપરાડા: 2.13 ઇંચ,વાઘાઈ: 1.77 ઇંચ,ડાંગ-આહવા: 1.73 ઇંચ,ખેરગામ: 1.69 ઇંચ,વાંસદા: 1.61 ઇંચ, ધરમપુર: 1.46 ઇંચ,સુભીર: 1.14 ઇંચ અને વલસાડ: 1.10 ઇંચ વરસાદ વરસ્યો

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 95 તાલુકામાં મેઘમહેર થઈ છે.

મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ નડિયાદ અને મધ્ય નડિયાદમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં 8 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે.

   છેલ્લા 24 કલાકમાં કપરાડા: 2.13 ઇંચ,વાઘાઈ: 1.77 ઇંચ,ડાંગ-આહવા: 1.73 ઇંચ,ખેરગામ: 1.69 ઇંચ,વાંસદા: 1.61 ઇંચ,ધરમપુર: 1.46 ઇંચ,સુભીર: 1.14 ઇંચ,વલસાડ: 1.10 ઇંચ,વાપી: 0.91 ઇંચ અને છોટા ઉદેપુર: 0.83 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ થયો છે 

(1:51 PM IST)