તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Wednesday, 30th July 2025
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે :સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળશે :ટુર ઓપરેટરો સાથે બેઠક કરશે
પહલગાવના હુમલા બાદ કાશ્મીરના પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતા ફરી કાશ્મીરમાં પ્રવાસન વધે તે માટે સીએમ ગુજરાત મુલાકાતે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે પણ મુલાકાત કરી શકે

અમદાવાદ : જમ્મુ-કાશ્મીર ટુરિઝમને લઈને મહત્વના સમાચાર છે. જમ્મુ -કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ઉમર અબ્દુલ્લા આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. ગુજરાતના વિવિધ ટુર ઓપરેટરો સાથે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કરાયુ છે.
પહલગાવના હુમલા બાદ કાશ્મીરના પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે ફરી કાશ્મીરમાં પ્રવાસન વધે તે માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ગુજરાત મુલાકાતે છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે પણ મુલાકાત કરી શકે છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
