<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

સંત કબીર આશ્રમ પાલનપુર દ્વારા શનિવારથી ડો.કૃષ્‍ણકુમાર મહેતાના વ્‍યાસાસને ભાગવત કથા

વિમાની દુર્ઘટના સાંપ્રત રાષ્‍ટ્રીય આપદાઓના દિવંગતોના મોક્ષાર્થે

રાજકોટઃ શ્રી કબીર આશ્રમ પરિવાર પાલનપુર દ્વારા ગુજરાતની કરુણ વિમાની દુર્ઘટનાના તથા સાંપ્રત રાષ્‍ટ્રીય આપદાઓના દિવંગતોના મોક્ષાર્થે તેમજ વિશ્વશાંતિ હેતુ પવિત્ર શ્રાવણ માસમાં તા.૨ થી ૮ ઓગષ્‍ટ શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનનું પાવન આયોજન થયું છે. સદ્‌ગુરુ શ્રીકબીર સાહેબ, શ્રી શાન્‍તીદાસજી બાપુ અને શ્રી રમસ્‍વરૂપદાસજી બાપુના શુભાશિષથી કુંબરબા કન્‍યા વિદ્યાલય પાલનપુરના પ્રાંગણમાં આયોજિત આ ભાગવત કથામાં વક્‍તાપદે બ્રહ્મલીન ભાગવતાચાર્ય શ્રી મનહરલાલજી મહારાજના પુત્ર શાસ્‍ત્રી ડો.કૃષ્‍ણકુમાર મહેતા (મો.૯૮૯૮૩ ૧૮૨૮૬) સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે. આધ્‍યાત્‍મ અને વિજ્ઞાનનો સમન્‍વય કરીને ભાગવતજીના રહસ્‍યોનું સરળ સમજુતી સાથે વર્ણન કરશે. શુદ્ધ કથા, મુળ -શાષાોક્‍ત કથાની ત્રણ પેઢીની પરંપરાને અનુસરીને બોધદાયી દ્રષ્‍ટાંતો, પર્યાવરણ, રાષ્‍ટ્રપ્રેમ, વાંચનટેવ, વ્‍યસનમુક્‍તિ, સદાચાર વગેરેને આવરી લઈને લોકજાગૃતિનું  કર્તવ્‍ય નિભાવશમે.

કથાશ્રવણનો સમય પ્રતિદિન સાંજે ૪ થી ૭નો રહેશે. તા.૨ ઓગસ્‍ટને શનિવારે બપોરે ૩:૩૦ કલાકે શ્રીમતી માલતીબેન દીપકભાઈ શાહના નિવાસેથી પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ થશે. આ પ્રસંગે હરગંગેશ્વર મહાદેવ હાથીદરાનાં મહંત શ્રી દયાલપુરીજી મહારાજ આશીર્વચન પાઠવશે. તેમજ પાલનપુરના ધારાસભ્‍ય અનિકેતભાઈ ઠાકર તથા નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકી મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેશે. લેખક, સાહિત્‍યકાર, ડો.શૈલેશભાઈ ટેવાણી પ્રતિદિન કથા પ્રારંભે પ્રાસ્‍તાવિક ઉદ્‌બોધન કરશે.

ભાગવતકથામાં તા.૩ના રોજ સતીચરિત્ર, તા.૪ના રોજ નૃસિંહપ્રાકટય, તા.૫ના વામનજન્‍મ, રામજન્‍મ, કૃષ્‍ણજન્‍મ, ભવ્‍ય નંદમહોત્‍સવ, તા.૬ના રોજ ગિરીીરાજ ઉત્‍સવ, રુકમણી વિવાહ વગેરે પ્રસંગો ભાવભેર ઉજવાશે. તા.૮ ઓગષ્‍ટના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. સર્વે ભાવિકોને કથાશ્રવણનો ધર્મલાભ લેવા કબીર આશ્રમ પરિવારના સરલાબેન તથા ટ્રસ્‍ટીઓએ અનુરોધ કરેલ છે. 

(1:37 PM IST)