<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

આખા પરિવારને આપઘાત કરતા રોકી, માત્ર સુફિયાણી સલાહ નહીં ૮ લાખનું દેણું ચૂકવવા મહત્‍વની ભૂમિકા ભજવી

બેંક સહિત અન્‍ય લોકોના રૂપિયા ચૂકવવા અસમર્થ એ આખા પરિવારનો જીવ બચાવનાર અમદાવાદ પોલીસની માનવતાભરી કામગીરી વિષે જાણી આ પોલીસ પર આફ્રિન પોકારી ઉઠશો : બેંકો પરિવારને સમજાવતા પહેલા પોલીસ કમિશ્નર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્‍લિકે પોતાના તરફથી થોડું અનુદાન આપ્‍યું. સેકટર વડા જયપાલસિહ રાઠોડ, રવિ સેની વિગેરેના માર્ગદર્શનમાં ડીસીપી પ્રદીપસિહ જાડેજા, ઇસનપુર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર બી.એસ.જાડેજા સ્‍ટાફે બાળકીની ૩૦ હજારની ફી સહિત દાતાઓની મદદથી ૮૦ ટીકા બીજો ઓછો કરી આપતા, પરિવારને પોલીસમાં મશીહાના દર્શન થયેલા

રાજકોટ તા.૩૦: પોલીસનું નામ સાંભળતા જ સામાન્‍ય લોકોના મગજમાં પોલીસ માટે એક નકારાત્‍મક અને અણગમતી તસવીર મોટા ભાગે ઉપસતી હોય છે, પરંતુ પોલીસ તંત્રમાં ટોપ ટુ બોટમ એક વર્ગ છે કે જેમના દિલમાં હજુ માનવતા ભરપૂર છે, અને માનવતા ખાતર આ લોકો એટલું સુદર કાર્ય કરે છે કે, ઘણી વખત પરિવારના નજીકન સભ્‍યો પણ આવું ન કરી શકે તો ચાલો એક અનોખા અને સમગ્ર પોલીસ તંત્ર માટે ખૂબ અનુકરણીય કિસ્‍સાની વિસ્‍તૃત વાત જાણીએ. 

અમદાવાદમા પોતાના ગજા બહાર લોન સહિત દેવા કરનાર એક પરિવારના મોભી બેંક લોન સહિત બીજા રૂપિયા ભરી શકવા અસમર્થ બનતા પરિવારના મોભી .મહેન્‍દ્રભાઈ સહિત આત્‍મહત્‍યા કરવાની ગણતરીથી નિકળ્‍યા. આ બાબતની ઇસનપુર પોલીસ મથકના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર બી. એસ. જાડેજાને પોતાની ટીમ મારફત બાતમી મળી. આ બાબતે તુરંત ડીસીપી પ્રદીપસિંહ જાડેજાને જાણ કરતા પોલીસ એક્‍ટિવ બની અને મહેન્‍દ્રભાઈ કે જે સામાન્‍ય રીક્ષા ચાલક હતા તેમના સહિત આખા પરિવારને આપઘાત કરતા રોકી લીધાં.     

પરંતુ સાચી વાત તો અહીથી શરૂ થાય છે. પ્રદીપસિહ જાડેજાએ સેક્‍ટર વડા જયપાલસિંહ રાઠોડ અને ડીસીપી રવિ સેની સહિત પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્‍લિકનૂ ધ્‍યાન દોર્યું અને આ પરિવાર ખૂબ દેવામાં આવી આ પગલું ભરવા નીકળ્‍યાંનુ જણાવેલ

અનુભવી પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્‍લિક સામાન્‍ય લોકોની સમસ્‍યાથી ખુબ વાકેફ છે, આ વખતે રોક્‍યા તો ફરી આત્‍મહત્‍યા માર્ગે વળશે, માટે તેમની આર્થિક સમસ્‍યા જાણી એમા મદરૂપ બનવા જણાવી પોતાના તરફથી પણ થોડી આર્થિક મદદ આપી.  ત્‍યારબાદ સહુ દ્વારા થોડી મદદ કરવા નિર્ણય લેવાયો. દેણું ૭ થી ૮ લાખ હતું. આ માટે હાઈ કોર્ટ વકીલ સહિત કેટલાક માનવતાવાદી લોકોને જાણ કરતાં તેઓ દાતા બન્‍યા. આઈઆઈએફએલ બેંક ખાતે ૨ લાખ રિક્ષા લોન સહિત ૫ લાખ લેણા હતા. પ્રદીપસિહ જાડેજાએ બેન્‍કની હાઈ ઓથિરિટી સાથે વાત કરી ૪૦ હજાર વ્‍યાજ માફ કરાવ્‍યું.આ સાથે બંધન બેંક સંબંધીઓ પાસેથી પણ નાણાં લીધેલ તે માટે મદદ કરી. પરિવારના બાળકોની ૩૦ હજાર જેટલી ફી ભરવાની પોલીસે તાત્‍કાલિક વ્‍યવસ્‍થા ૮૦ ટકે બીજો પોલીસે હળવો કરી આપતા એ  પરિવારને પોલીસમાં ઇશ્વરના દર્શન થયા અને એ ચોધાર આંસુ ખૂશીમાં પલટાઇ ગયા.

(2:11 PM IST)