News of Wednesday, 30th July 2025
ગુજરાતની તમામ ગ્રાન્ટેડ લો-કોલેજની બી.સી.આઈ.ની ફી સરકારે ભરપાઈ કરતા મુખ્યમંત્રી-ચેરમેનનું સન્માન કરાયું

રાજકોટ, તા.૩૦: ગુજરાતની વિવિધ ગ્રાન્ટેડ લો કોલેજ ઓછી ફીમાં લોના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોય અને ભાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવતી દેશની તમામ કોલેજો પાસેથી ફી વધુ પડતી હોય અને સાવ મામુલી ફી લેનાર કોલેજ ફી ભરવામાં સક્ષમ ન હોય. ગુજરાત સરકાર દ્વારા આવેલ ગ્રાન્ટેડ કોલેજના નીભાવ માટેની ફી ભરવા સરકારમાં દરખાસ્ત કરેલ હતી.
ગુજરાત સરકારના મા. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કાયદા મંત્રીશ્રી ઋષીકેશભાઈ તથા શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા દ્વારા ગ્રાન્ટેડ કોલેજની દરખાસ્ત માન્ય રાખેલ અને તમામ કોલેજોની બાર કાઉન્સીલ ઈન્ડિયામાં ભરવાની બાકી ફી અને ભરેલ ફીની ચકાસણી કરી ગુજરાત સરકારે તમામ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાને રાખી અને સાત કરોડ એકયાસી લાખ બત્રીસ હજાર પાંચસો મંજુર કરેલ હતા.
બી.સી.આઈ. દ્વારા લેવામાં આવતી ફી અને નિરીક્ષણ ફી વધારા સામે કોર્ટમાં કરેલ કેસના ચુકાદાને આધીન ગ્રાન્ટેડ કોલેજની રકમ મંજુર કરેલ હતી. આ અંગે ગ્રાન્ટેડ કોલેજના પિન્સીપાલોએ મુખ્યમંત્રીશ્રી, લો મંત્રીશ્રી તથા મંત્રીશ્રી પાનસેરીયાનું મોમેન્ટ તથા બુકે આપી આભાર સન્માન કરેલ હતા.
આ ઉપરાંત ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે. પટેલ તથા બાર કાઉન્સીલ ઈન્ડિયાના સહ ચેરમેન દીલીપ પટેલે લો કોલેજોને સહકાર આપેલ હોય તેથી તેમનુ પણ ગોંડલ, સુરેન્દ્રનગર તથા જામનગરના લો કોલેજોના પ્રીન્સીપાલો દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
