<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

ફૂલ અને પૂજાપાના ૨.૩૦ લાખ કિલો કચરામાંથી બન્‍યું ૭૦,૦૦૦ કિલો ખાતર

સુરત મ્‍યુનિસિપલ કોર્પોરેશને કરી આ કમાલ

સુરત, તા.૩૦: સુરત મ્‍યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આવકારદાયક પહેલ કરીને શહેરનાં મંદિરો, દેરાસરો, દરગાહમાંથી ફૂલો, પૂજાપાને એકઠો કરીને ખાતર બનાવવામાં આવી રહ્યું છે. આ ખાતરનો ઉપયોગ શહેરના બાગ-બગીચા અને રોડનાં ડિવાઇડરો વચ્‍ચે વળક્ષ-છોડના ઉછેર માટે કરવામાં આવી રહ્યો છે.

સુરત મ્‍યુનિસિપલ કૉર્પોરેશને ૨૦૧૭માં ચોકબજારમાં તેમ જ ૨૦૧૮થી કતારગામ, સિંગણપોરમાં ફૂલો, પૂજાપાના વેસ્‍ટમાંથી ખાતર બનાવવાનો પ્‍લાન્‍ટ શરૂ કર્યો છે. કતારગામ, સેન્‍ટ્રલ, રાંદેર અને અઠવા ઝોનનાં અંદાજે ૨૯૭ ધાર્મિક પરિસરમાંથી રોજ ૭૦૦ કિલો જેટલો ફૂલ-પાન સહિતનો કચરો એકત્રિત કરવામાં આવે છે જેને છૂટો પાડીને ગ્રીન વેસ્‍ટને ગાયના છાણ સાથે ૬૦:૪૦ના રેશિયોમાં ભેગો કરી પ્રોસેસ કરીને ખાતર તૈયાર કરવામાં આવે છે. પ્‍લાન્‍ટમાં બનેલા ખાતરને સુરત મ્‍યુનિસિપલ કૉર્પોરેશનના ગાર્ડન વિભાગને આપવામાં આવે છે અને તેમના દ્વારા શહેરના બાગ-બગીચા તેમ જ ડિવાઇડરોની વચ્‍ચે થતાં છોડ-વળક્ષમાં આ ખાતરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે આ પ્‍લાન્‍ટમાં ૨.૩૦ લાખ કિલો ફૂલોના વેસ્‍ટમાંથી ૭૦,૦૦૦ કિલો ખાતર બનાવ્‍યું હતું.

(4:23 PM IST)