<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

કલોલ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં : આકરણી માંગતા અરજદારે ચીફ ઓફિસરની ચેમ્બરમાં પીધી દવા

સોસાયટીની આકરણી માટે અરજી કરી હતી. બાંધકામ કાયદેસર હોવાનો કોઈજ પુરાવો નહોતો, જે બાદ અરજદાર ઉશ્કેરાઈ ગયા હતા

ગાંધીનગરના કલોલ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે. હવે કલોલ ચીફ ઓફિસર દ્વારા નિયમ પ્રમાણે સોસાયટીની આકરણી માગતા અરજદારે ચેમ્બરમાં દવા પીધી હતી. દવા પીધા બાદ અરજદારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર અરજદારે કલોલ નગરપાલિકામાં એક સોસાયટીની આકરણી માટે અરજી કરી હતી. બાંધકામ કાયદેસર હોવાનો કોઈજ પુરાવો ન હોવાથી અરજદાર ઉશ્કેરાઈ ગયા હતા. અરજદારે કલોલના સ્થાનિક મોટા નેતાને પણ આ અંગે ફરિયાદ કરી હતી. જે નેતાએ ઉચ્ચ કક્ષાએ નગરપાલિકા વિરુદ્ધ પણ ફરિયાદ કરી હતી. અરજદારે આવા જ આકરણીના પ્રશ્નમાં નગરપાલિકામાં RTI અરજી કરી હતી. કેટલી સોસાયટીને છેલ્લા 2 વર્ષમાં બાંધકામ,  BU, પરમિશન અંગે માહિતી માગી હતી.. જેની માહિતી અંગે નગરપાલિકા દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. જે બાદ અરજદારે જાતિ ભેદભાવનો આક્ષેપ લગાવ્યો હતો.

 

કલોલ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે. અગાઉ કમિશન કાંડમાં લાફાવાળી થયા બાદ સ્થાનિક રાજકારણ ચરમ સીમાએ આવ્યું હતું. કલોલ ચીફ ઓફિસર દ્વારા નિયમ પ્રમાણે સોસાયટીની આકરણી માગતા અરજદારે ચેમ્બરમાં દવા પીધી હોવાની ઘટના સામે આવી છે.  મળતી માહિતી મુજબ, કલોલ નગરપાલિકામાં એક સોસાયટીની આકરણી માટે અરજી કરી હતી. બાંધકામ કાયદેસર હોવાનો કોઈજ પુરાવો નહોતો, જે બાદ અરજદાર ઉશ્કેરાઈ ગયા હતા. અરજદારે કલોલના સ્થાનિક મોટા નેતાએ આ અંગે ફરિયાદ કરી હતી. જે નેતાએ ઉચ્ચ કક્ષાએ નગરપાલિકા વિરુદ્ધ પણ ફરિયાદ કરી હતી. અરજદારે આવા જ આકરણીના પ્રશ્નમાં નગરપાલિકામાં RTI અરજી કરી હતી.કેટલી સોસાયટીને છેલ્લા 2 વર્ષમાં બાંધકામ,  BU, પરમિશન અંગે માહિતી માગી હતી. જેની માહિતી અંગે નગરપાલિકા દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો, જે બાદ નગરપાલિકામાં ઓફિસર સાથે અરજદાર દ્વારા એલિગેશન કર્યા હતા. અરજદારે જાતિ ભેદભાવનો આક્ષેપ લગાવ્યો હતો.  તેઓએ આત્મહત્યા કરવાની ધમકી આપી હતી અને એમની સાથે લાવેલ બોટલમાંથી દવા પીધી હતી અને બોટલ પણ સાથે લઈ ગયા છે. 

 

(7:28 PM IST)