<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

મહેસાણા-વિરમગામ રેલખંડ પર સ્થિત ૫ અંડરપાસ ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

ભારે વરસાદને કારણે આ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો

અમદાવાદ,તા.૩૦

પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના પાલનપુર-સામાખ્યાલી અને મહેસાણા-વિરમગામ રેલખંડ પર સ્થિત ૫ રેલવે અંડરપાસ (આરયુબી) ચોમાસાની ઋતુ દરમિયાન ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી જાહેર વાહનવ્યવહાર માટે બંધ રહેશે. ભારે વરસાદને કારણે આ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, સામાન્ય નાગરિકોની સુરક્ષા અને સરળ તથા સલામત રેલ પરિચાલન સુનિશ્ચિત કરવાના ઉદેશ્યથી આ અંડરપાસ (આરયુબી ) બંધ રાખવામાં આવ્યા છે.

બંધ કરવામાં આવેલ અંડરપાસની વિગતો નીચે મુજબ છે

૧.મહેસાણા-વિરમગામ રેલખંડમાં ભંકોડા-જક્શી સેક્શનનાં આરયુબી નં ૬૦A (એલસી નં.૫૬) કિમી ૫૦/૧૪-૧૫, અગહર-ચરિયારા રોડ.

૨.પાલનપુર-સામાખ્યાલી રેલખંડમાં દેવગામ-રાધનપુર સેક્શનનાં આરયુબી નં ૮૨A (એલસી નં. ૮૯) કિમી ૧૦૫/૨-૩, ઈન્દ્ર નગર રોડ.

૩.પાલનપુર-સામાખ્યાલી રેલખંડમાં વારાહી-વાઘપુરા સેક્શનનાં આરયુબી નં ૧૦૨A (એલસી નં.૧૧૭) કિમી ૧૩૪/૫-૬, વારાહી-સાંતલપુર રોડ.

૪.પાલનપુર-સામાખ્યાલી રેલખંડમાં વારાહી-વાઘપુરા સેક્શનનાં આરયુબી નં.૧૦૬B (એલસી નં.૧૧૮) કિમી ૧૩૬/૩-૪, વારાહી-સાંતલપુર રોડ.

૫.પાલનપુર-સામાખ્યાલી રેલખંડમાં વારાહી-છાનસરા સેક્શનનાં આરયુબી નં.૧૧૦A (એલસી નં.૧૨૨), કિ.મી. ૧૩૯/૯-૧૪૦/૦, વાઘપુરા-બામરોલી રોડ.

અમદાવાદ મંડળના વિરોચન નગર–જખવાડા સ્ટેશનોની વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. ૩૫ (વિરોચન નગર ફાટક) કિ.મી. ૫૪૧/૨૩-૨૫ પર સમારકામ અને જાળવણી કામગીરી માટે ૩૦ જુલાઈ ૨૦૨૫ના રોજ સવારે ૦૮ઃ૦૦ વાગ્યાથી ૦૩ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સાંજે ૨૦ઃ૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. આ અવધિ દરમિયાન હલકાં વાહનો માટે લેવલ ક્રોસિંગ નં. ૩૨ (છારોડી રેલવે ફાટક) અને ભારે વાહનો માટે લેવલ ક્રોસિંગ નં. ૩૭ (સચાણા રેલવે ફાટક) દ્વારા અવરજવર કરી શકાશે.

(10:09 PM IST)