<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

આંગડિયા પેઢીને તાળાં મારી માલિક ૭.૭૦ કરોડનું ફુલેકું ફેરવી ફરાર

એમ રાજેશ આંગડિયા પેઢીના માલિક સામે બિલ્‍ડરની ફરિયાદ - અનેક લોકોના નાણાં ચાંઉ કર્યા હોવાનો ખુલાસો

 

અમદાવાદ તા.૩૧: થલતેજ વિસ્‍તારમાં રહેતા એક બિલ્‍ડર સાથે આંગડિયા પેઢીના માલિકે ૭.૭૦ કરોડની છેતરપિડી આચરી છે. સીજી રોડ પરની એમ રાજેશ આંગડિયા પેઢીના માલિકે ચેક અને રોકડા લઇને ૭.૭૦ કરોડ ન આપીને છેતરપિડી આચરી હતી. જ્‍યારે બિલ્‍ડરે તપાસ કરી ત્‍યારે આંગડિયા પેઢીનો માલિક તાળા મારીને ફરાર થઇ ગયો હતો. આરોપીએ અનેક લોકોનું ફુલેકુ ફેરવ્‍યું હોવાનું પણ સામે આવતા નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

થલતેજ રોડ પર આવેલા સુક્રુતિ બંગ્‍લોઝમાં રહેતા જગદીશભાઇ પટેલ એન્‍જાિનિયરિગ ફેક્‍ટરી ધરાવે છે અને જમીન લે-વેચનો વ્‍યવસાય કરે છે. જગદીશભાઇને ધંધાના નાણાકીય વ્‍યવહાર માટે અવાર નવાર દિલ્‍હી ખાતે નાણાં મોકલવાના હોવાથી તે સાતેક વર્ષથી સીજી રોડ આવેલા એમ રાજેશ આંગડિયા પેઢીમાં નાણાં મોકલતા હતા. જેથી તેમને આંગડિયા પેઢીના માલિક અરવિદ પ્રજાપતિ સાથે પરિચય કેળવાયો હતો અને નાની મોટી રકમ લેવા કે આપવા માટે તે તેમનો સ્‍ટાફ મોકલતો હતો. જગદીશભાઇને સાણંદ ખાતે જમીન ખરીદવાની હોવાથી ૭.૭૦ કરોડનું પેમેન્‍ટ આંગડિયા મારફતે કરવાનું હતું. પરંતુ, તેમના એકાઉન્‍ટમાંથી એક સાથે ટ્રાન્‍ઝેક્‍શન ન કરી શક્‍તા હોવાથી અરવિદ પ્રજાપતિને વાત કરી હતી. જેથી અરવિદ પ્રજાપતિએ ચેકથી આંગડિયા પેઢીના એકાઉન્‍ટમાં રકમ જમા કરાવી દેશો તો આંગડિયું કરી દેશે તેવું જગદીશભાઇને કહ્યું હતું. જેથી જગદીશભાઇએ ૬.૬૦ કરોડના ચેક અને ૧.૧૦ કરોડ રોકડા અરવિદને આપ્‍યા હતા. થોડા સમય બાદ જમીન ખરીદીની ડીલ વખતે જગદીશભાઇને નાણાંની જરૂર પડતા તેમણે અરવિદ પ્રજાપતિ પાસે નાણાં માગતા તે બહાના બતાવતો હતો. જેથી જગદીશભાઇ આંગડિયા પેઢી પર પહોંચ્‍યા ત્‍યારે અરવિદ પ્રજાપતિ તાળા મારીને ભાગી ગયો હતો. આટલું જ નહિ તપાસમાં સામે આવ્‍યું કે અરવિદ પ્રજાપતિએ અનેક લોકોના નાણાં લઇને આંગડિયા પેઢીને તાળા મારી દીધા હતા. જેથી આ મામલે નવરંગપુરા પોલીસે અરવિદ પ્રજાપતિ (રહે. તિરૂપતિ શાહીબાગ ટાઉનશીપ, રાધનપુર) સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.(૩૮.૪)

 

(10:04 AM IST)