News of Thursday, 31st July 2025
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં વીઆઇની ફાઇવજી સર્વિસ શરૂ
જ્યાં ફાઇવજી સ્પેક્ટ્રમ મેળવ્યું છે તેવા દેશના ૨૩ શહેરમાં સર્વિસનો પ્રારંભ

અમદાવાદ તા.૩૧: વોડાફોન આઇડિયા (વીઆઇ) દ્વારા હવેથી અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં ફાઇવજી સર્વિસીઝ શરૂ કરાઈ રહી છે. ટેલીકોમ ઓપરેટર કંપનીને દેશમાં ૧૭ પ્રાયોરિટી સેન્ટરમાં કુલ ૨૩ શહેરમાં ૫ઞ્ સ્પેક્ટ્રમ મેળવ્યું છે તેવા સ્થળોએ આ રહ્યો છે. ગુજરાતના ચાર શહેર ઉપરાંત છત્રપતિ સંભાજીનગર, નાસિક, કોઝિકોડ અને મલપ્પુરમ સહિતના ચાર અન્ય શહેરોમાં પણ કાર્યરત થશે.
બિઝનેસ હેડ નવીનસિઘવીએ જણાવ્યું હતું કે હાલ ગુજરાતના ચાર મહાનગરમાં વીઆઇ ફાઇવજી શરૂ કરવામાં આવી ડિવાઈસીસ ધરાવતા વીઆઇ ના યુઝર્સ હવેથી વીઆઇફાઇવજી સર્વિસીઝ મેળવવાનું શરૂ કરી શકશે. પ્રારંભિક ઓફર તરીકે વીઆઇ રૂપિયા ૨૯૯થી શરૂ થતા પ્લાન્સ પર યુઝર્સને અનલિમિટેડ ફાઇવજી ડેટા આપી રહ્યું છે. ગ્રાહકો હવે હાઈ-ડેફિનિશન સ્ટ્રીમિગ, ગેમિગ, વીડિયો કોન્ફરન્સિંગ, ઝડપી ડાઉનલોડ્સ અને રિયલ ટાઇમ ક્લાઉડ એક્સેસ માણી શકશે.
ગુજરાતમાં તેના ફોરજી નેટવર્કને પણ નોંધપાત્ર રીતે અપગ્રેડ કર્યું છે. માર્ચ, ૨૦૨૪થી તેણે ૬,૩૦૦થી વધુ સાઇટ્સ પર ૯૦૦ પ્ણ્દ્ય સ્પેક્ટ્રમ સફળતાપૂર્વક લાગુ કર્યું છે તથા ૧,૧૦૦થી વધુ સાઇટ્સ પર ૯૦૦ પ્ણ્દ્ય સ્પેક્ટ્રમ કેપેસિટી અપગ્રેડ કરી છે જેથી ઈનડોર કવરેજ વધુ મજબૂત બનાવી શકાય.(૩૮.૯)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
