<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું : છેલ્લા 24 કલાકમાં 31 તાલુકામાં હળવો વરસાદ

ઉંમરપાડામાં 0.79 ઇંચ અને કપરાડામાં 0.43 ઇંચ વરસાદ પડ્યો: વાપીમાં 0.20 ઇંચ, ખેરગામમાં 0.15 ઇંચ, સુબિરમાં 0.16 ઇંચ અને વલસાડમાં 0.16 ઇંચ વરસાદ નોંધાયો

અમદાવાદ :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ વરસાદ તેમના પાકને અનુકુળ આવી રહ્યો છે. શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો વરસાદના કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાઇ ગયા છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

રાજ્યમાં 30 જુલાઇના રોજ 31 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉંમરપાડામાં 0.79 ઇંચ અને કપરાડામાં 0.43 ઇંચ વરસાદ પડ્યો હતો. તો વાપીમાં 0.20 ઇંચ, ખેરગામમાં 0.15 ઇંચ, સુબિરમાં 0.16 ઇંચ અને વલસાડમાં 0.16 ઇંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 31 જુલાઈના રોજ સમગ્ર રાજ્યમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

(12:41 PM IST)