News of Thursday, 31st July 2025
સરકારી ડીપ્લોમાં અને ઇજનેરી કોલેજોના અધ્યાપકો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર
કાલે અધ્યાપકો કાળા કપડા પહેરીને ફરજ બજાવશે : તા. ૩૦ મીએ ધરણા

રાજકોટ, તા. ૩૧ : ગુજરાત રાજય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજયમંત્રી અધિકારી મંડળીની યાદી જણાવે છે કે સરકારી ઈજનેરી કોલેજો તેમજ ડિપ્લોમા કોલેજ ના પ્રતિબદ્ધ અને કાર્યશીલ અધ્યાપકો વર્ષોથી SSIP, VIBRANT GUJARAT, G-20 SUMMIT, SKILL INDIA, SEMICON INDIA, HACKATHON, G3Q જેવા વિવિધ સરકારી અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોમાં નિષ્ઠાપૂર્વક ભાગ લઈ રહ્યાં છે અને વિદ્યાર્થીઓ, સંસ્થા તથા રાજય સરકારના હિતમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
CAS અમલીકરણને લગભગ ૧.૫ વર્ષ થયા છતાં પણ અંદાજે ઇજનેરી કોલેજ ના ૧૫૦ થી વધુ અને ડિપ્લોમા કોલેજ ના ૩૦૦ વધુ અધ્યાપકો હજુ પણ વર્ષ ૨૦૧૬થી મળવાપાત્ર CAS ની AGP મૂવમેન્ટથી વંચિત છે. GPSC સેવા સળંગ ગણતરી, AICTE મુજબના રિલેક્સેશન, ME/M.Tech/PhD માટેના NOC, PVU અને COGENT પોર્ટલ સંબંધિત પ્રશ્નો જેવા અનેક મુદ્દાઓ હજુ પણ અટવાયેલા છે. છેલ્લા એક વર્ષથી લેખિત અને મૌખિક રીતે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સકારાત્મક પગલાં લેવામાં ન આવ્યા હોવાથી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજ ના બંને મંડળે તાકીદે પગલાં લેવા માટે નીચેના આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરી છે.
પ્રથમ ચરણ : ૨ ઓગસ્ટ ૨૦૨૫-કાળા કપડા દિવસ તમામ અધ્યાપકો કાળા કપર્ડાં પહેરી ફરજ બજાવશે અને શૈક્ષણિક સમય પછી સંસ્થામાં એકત્ર થઈ બેનરો અને સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવશે.
બીજુ ચરણ : ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ - CTE ગાંધીનગર ખાતે ઘરણા
CTE કચેરી, કર્મયોગી ભવન-૨, ગાંધીનગર ખાતે અધ્યાપકો પોતાના પડતર પ્રઁો સાથે ઘરણાં યોજશે. જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે, તો બંને મંડળ આગામી તબક્કે વધુ ઉગ્ર આંદોલન કાર્યક્રમો જાહેર કરવા મજબૂર બનશે તેવું મંડળ ના હોદેદારોએ જણાવેલ છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
