News of Thursday, 31st July 2025
ખેડા જિલ્લા LCBનો પોલીસ કોન્સ્ટેબલ હિરેન પટેલ 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
કોન્સ્ટેબલ ફરિયાદી પરિવારના સભ્યો વિરુદ્ધ દેશી દારૂનો ખોટો કેસ ના કરવા માટે 25,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી

ખેડા એલસીબીનો પોલીસ કોન્સ્ટેબલ 25,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. ખેડા એલ.સી.બી.માં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ હિરેનકુમાર જયંતિભાઈ પટેલને રૂપિયા 25,000 ની લાંચ લેતાએસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ ફરિયાદી પરિવારના સભ્યો વિરુદ્ધ દેશી દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપી હતી, અને આ કેસ ના કરવા માટે 25,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ACB દ્વારા ગુતાલમાં આવેલા ફરિયાદીના ઘરે, ઇન્દિરાનગર ખાતે છટકું ગોઠવી લાંચિયા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
