તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૯ સોમવાર
News of Thursday, 31st July 2025
વલસાડના વાપીનાં ડુગરામાં એક પ્લાસ્ટિકની ફેકટરીમાં આગ લાગી: અફરાતફરીનો માહોલ
જીમિત પ્લાસ્ટિક પ્રોડકટ નામની કંપનીમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ

વલસાડના વાપીનાં ડુગરામાં આવેલી એક પ્લાસ્ટિકની ફેકટરીમાં આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. જો કે જીમિત પ્લાસ્ટિક પ્રોડકટ નામની કંપનીમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. આગે વિકરાળ રુપ ધારણ કરતા મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
