<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

ખોટા દસ્તાવેજો આપી RTE માં એડમિશન કરાવનારાઓ કડક કાર્યવાહી થશે

RTE ને લઈને સરકાર એકશનમાં:વાલીએ દર્શાવેલી રૃપિયા ૬ લાખની આવક સામે તેમનું IT રિટર્ન રૃપિયા ૯ લાખનું હતું જે સ્પષ્ટપણે RTE ના નિયમોનો ભંગ દર્શાવે છે

અમદાવાદ,તા.૩૧

RTE કાયદા હેઠળ ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના ઉમદા હેતુનો દુરૃપયોગ કરીને ખોટા એડમિશન મેળવવાના કિસ્સામાં શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. તાજેતરમાં, જેમ્સ એન્ડ જીનિસિસ સ્કૂલમાં RTE હેઠળ થયેલા એક એડમિશનને રદ્દ કરવામાં આવ્યું છે અને આ મ્મલે શાળાને પોલીસ ફરિયાદ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ ઘટના શિક્ષણ અધિકારીઓની કાર્યવાહી અને આવા કૌભાંડો સામે કડક વલણ દર્શાવે છે.

મળતી જાણકારી અનુસાર, RTE હેઠળ પ્રવેશ મેળવનાર એક વિદ્યાર્થીના વાલીની આવક વહુ હોવા છતાં ખોટી રીતે એડમિશન લેવામાં આવ્યું હતું. નિયમ મુજબ, RTE હેઠળ પ્રવેશ અંતે વાલીની વાર્ષિક આવક અમુક મર્યાદાથી ઓછી હોવી ફરજિયાત છે. પરંતુ, આ કિસ્સામાં તપાસ કરતા સામે આવ્યું છે કે વાલીએ દર્શાવેલી રૃપિયા ૬ લાખની આવક સામે તેમનું IT રિટર્ન રૃપિયા ૯ લાખનું હતું. જે સ્પષ્ટપણે RTE ના નિયમોનો ભંગ દર્શાવે છે.

આ ગંભીર બેદરકારી સામે આવતા શિક્ષણ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

 તેમણે જેમ્સ એન્ડ જીનિસિસસ્કૂલને RTE હેઠળ આપવામાં આવેલું આ એડમિશન તાત્કાલિક રદ કરવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, આવા ખોટા દર્સ્તાવેજો રજૂ કરીને સરકારી યોજનાનો દુરૃપયોગ કરવા બદલ સંબંધિત વાલી સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ શાળાને સૂચના આપવામાં આવી છે.

(10:40 PM IST)