તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
મેશ્વો નદી પરનો કોઝવે તૂટ્યો, ત્રણ તાલુકાના ૪૫ ગામના હજારો લોકોને હાલાકી
ભારે વાહનોના કારણે કોઝવે તૂટ્યાનો આક્ષેપઃઅનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે આ કોઝવે તૂટ્યો છે

અમદાવાદ,તા.૩૧
ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક રોડ અને રસ્તા ધોવાઈ ગયાં છે.
ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી છે. બીજી તરફ ગામડાઓમાં કોઝવેના ધોવાણથી રસ્તાઓ બંધ થયા હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે ખેડામાં મેશ્વો નદી પરનો કોઝ વે ધરાશાયી થયો છે. ખેડા અને મહેમદાવાદ તાલુકાને જોડતો કોઝવે તૂટતા ત્રણ તાલુકાના ૪૦થી ૪૫ ગામોને આ કોઝવે જોડતો હતો. જેના કારણે હજારો લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભારે વરસાદને કારણે અનેક રોડ અને રસ્તા ધોવાયા છે. તેમજ નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા કોઝવે પણ તૂટ્યાં છે. ત્યારે બેરોકટોક ચાલી રહેલા ભારે વાહનોને કારણે ખેડામા મેશ્વો નદી પરનો કોઝ વે તૂટ્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગેરકાયદે ખનન કરતા ડમ્પરો અહીંથી અવરજવર કરે છે. અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે આ કોઝવે તૂટ્યો છે.
આ કોઝવે પરથી ગેરકાયદે ખનન કરતા ભારે વાહનો રાત દિવસ બેરોકટોક રીતે અવરજવર કરતા હોવાની સ્થાનિકોએ અનેક ફરિયાદો કરી છે.
તે છતાં પણ અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી. અધિકારીઓ ઊંઘતા રહ્યા અને કોઝવે પાછળ કરેલો લાખો રૃપિયાનો ખર્ચ પાણીમાં ધોવાઈ ગયો છે. સમાદરાથી સમગ્ર પશુધન આ કોઝવે પરથી સાદરામાં આવેલ ૧૦૦ વિઘાના ગૌચરમાં પશુ ચરાવવા જાય છે. હવે આ કોઝવે તૂટતા હજારો લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
