<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

દાંતીવાડામાં દશામાની મૂર્તિ પધરાવવા જતા યુવકનું પાણીમાં ડૂબી મોત

પત્‍નીની નજર સામે મૃત્‍યુઃ પોલીસે તપાસ હાથ ધરી

બનાસકાંઠાઃ ડીસાના યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. ડીસાનો યુવક દાંતીવાડા દશામાની મૂર્તિ પધરાવવા માટે આવ્યો હતો. આ દરમિયાન યુવકનો પગ લપસ્યો હતો અને તે પાણીમાં ડૂબ્યો હતો.

 

હાલમાં દશામાના વર્ત ચાલી રહ્યા હતા. ત્યારે ગઈ કાલે દશામાના વર્ત ઉજવવાનો દિવસ હતો. આ દિવસે જે લોકો દશામાના વર્ત રહેતા હતા તેઓ તમામ લોકો નજીકના તળાવ કે પછી નદી-ડેમે દશામાની મૂર્તિઓ પધરાવવા માટે ગયા હતા. આ દરમિયાન બનાસકાંઠાના ડિસાનો યુવક પણ તેની પત્ની સાથે દાંતીવાડા દશામાની મૂર્તિ પધરાવવા માટે ગયો હતો. આ સમયે યુવકનો પગ લપસ્તા તે પાણીમાં ડૂબ્યો હતો. પાણીમાં ડૂબી જવાથી યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

 

દશામાની મૂર્તિ પધરાવવા જતા યુવક પાણીમાં ડૂબ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મોત થયા બાદ દાંતીવાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દાંતીવાડા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

(2:57 PM IST)