News of Sunday, 3rd August 2025
બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ પૂજ્ય સંત નરેન્દ્ર પ્રસાદ સ્વામી અક્ષરવાસી થયા
નવસારી મંદિર ગ્રીડ ખાતે તેમની અંત્યેષ્ટિ કરાઈ :દક્ષિણ ગુજરાતમાંથી 10,000 થી વધુ સ્વામિનારાયણ ભક્તો ઉપસ્થિત રહ્યાં

બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ પૂજ્ય સંત નરેન્દ્ર પ્રસાદ સ્વામી અક્ષરવાસી થયા છે. નરેન્દ્ર પ્રસાદ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજ સાથે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરી હતી . પૂજ્ય મહંત સ્વામી મહારાજના પણ નજીકના સાથી રહી ચૂક્યા છે નરેન્દ્ર પ્રસાદ સ્વામી. સ્વામિનારાયણ નવસારી મંદિર ગ્રીડ ખાતે તેમની અંત્યેષ્ટિ કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાંથી 10,000 થી વધુ સ્વામિનારાયણ ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા. 1950 માં જન્મેલા નરેન્દ્ર પ્રસાદ સ્વામી એ 1975 માં દીક્ષા લીધી હતી, બીએસસી, બીએડ, ઝુલોજી સુધી ભણેલા સ્વામી યુકેની નાગરિકતા ધરાવતા હતા. નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં બીએપીએસ સંસ્થાના વિકાસ અને સમાજસેવાના વિકાસમાં મોટું યોગદાન. રહ્યું હતું
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
