<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

સાબરકાંઠાના ખેડબ્રહ્માથી ચીખલા રોડ પર વીજ થાંભલે લટકેલી લાશ મળી

વીજ થાંભલે અર્ધનગ્ન હાલતમાં ગળેફાસો લગાવેલી હાલતમાં હતી લાશ.: ખેડવા ગામના યુવકની લાશ હોવાનું તપાસમાં ખુલ્યું

સાબરકાંઠાના ખેડબ્રહ્માથી ચીખલા રોડ પર વીજ થાંભલે લટકેલી લાશ મળી છે. ચીખલા રોડ પર આવેલ માતાજીના મંદિર પાછળના ખેતરમાં વીજ થાંભલે લટકેલી લાશ મળી હતી. વીજ થાંભલે અર્ધનગ્ન હાલતમાં ગળેફાસો લગાવેલી હાલતમાં હતી લાશ. ખેડબ્રહ્મા પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ શરુ કરી. ખેડવા ગામના યુવકની લાશ હોવાનું તપાસમાં સામે આવ્યું. ખેડબ્રહ્મા પોલીસે યુવકના મોતને લઈ તપાસ હાથ ધરી છે.

(4:53 PM IST)