<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના સોલા વિસ્તારમાં અધિષ્ઠાન શ્રેયા સોસાયટીમાં પહોંચ્યા

સ્થાનિકોએ ખરાબ રોડ, ગટર, પાણી જેવી અનેક સમસ્યાઓની ફરિયાદ મુખ્યમંત્રીને કરી હતી.

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ અમદાવાદના સોલા વિસ્તારમાં અધિષ્ઠાન શ્રેયા સોસાયટીમાં પહોંચ્યા હતાં. સ્થાનિકોએ ખરાબ રોડ, ગટર, પાણી જેવી અનેક સમસ્યાઓની ફરિયાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરી હતી. આ ઉપરાંત દબાણ, ફૂટપાથ, સ્પીડ બ્રેકરને લઇને પણ રજૂઆત કરવામાં આવી હતી. સાયન્સ સિટીના કોર્પોરેટર નિષ્ક્રિય હોવાની ફરિયાદ પણ કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સમસ્યાના નિરાકરણ માટે બાંહેધરી આપી હતી. 

 

(5:09 PM IST)