<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

વડોદરામાં વધુ એક કૌભાંડ :મહિલા કોર્પોરેટરના બોગસ સહી સિક્કાનો ઉપયોગથી આધારકાર્ડમાં ફેરફાર : દુકાનદારની ધરપકડ

દુકાનદાર ગ્રાહકો પાસે પુરાવા વગર આધારા કાર્ડમાં ફેરફાર કરવા માટે કોર્પોરેટરના નામ અને સિક્કાનો દુરુપયોગ કરતો હતો.

વડોદરામાં વધુ એક કૌભાડ સામે આવ્યું છે. આધાર કાર્ડમાં ફેરફાર માટે કોર્પોરેટના બોગસ સહી સિક્કાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. દુકાનદાર ભાજપાના મહિલા કોર્પોરેટ હેમીષા ઠક્કરના બોગસ સહી સિક્કાનો ઉપયોગ કરતો હતો. બોગસ સહી સિક્કાના ઉપયોગથી આધારકાર્ડમાં ફેરફાર કરી દુકાનદાર પૈસા કમાતો હતો. ડુપ્લીકેટ સહી સિક્કા જોઈ મહિલા કોર્પોરેટર પણ ચોકી ગયા હતા.

ભાજપના મહિલા કોર્પોરેટર હેમિશા ઠક્કરે પોતાના ડુપ્લીકેટ સહી સિક્કાનો દુરુપયોગ થતો જોઈ સીટી પોલીસ મથકે પહોંચ્યા હતા અને દુકાનદાર વિરુધ ફરિયાદ નોંધાવી છે. 

સીટી પોલીસ મથકમાં ફરિયાદ થતા આધારકાર્ડમાં ફેરફાર માટે બોગસ સહી-સિક્કા કરનાર દુકાનદાર ઝડપાયો છે. દુકાનદાર ગ્રાહકો પાસે પુરાવા વગર આધારા કાર્ડમાં ફેરફાર કરવા માટે કોર્પોરેટરના નામ અને સિક્કાનો દુરુપયોગ કરતો હતો. શહેરના વોર્ડ 6ના ભાજપના મહિલા કોર્પોરેટર હેમિશા ઠક્કરની ખોટી સહી સાથે નામ અને સિક્કાનો દુરુપયોગ કરનાર વેબ સોલ્યુશન્સના વેપારીની સિટી પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

 

(5:20 PM IST)