News of Sunday, 3rd August 2025
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળાને લઈને ફૂડ અને ડ્રગ વિભાગ એક્શનમાં :તપાસ અને ચકાસણી કામગીરી શરૂ
અલગ અલગ ચાર ટીમો બનાવી વિવિધ ખાધખોરકી વેચાણ હોટલો અને રેસ્ટોરોની ખાધા ખોરાકની ગુણવત્તા બાબતેની તપાસ: 20 જેટલી ખાધા ખોરાકીના એકમોની ચકાસણી કરાઈ

શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહા મેળો યોજાવાનો છે. જેને લઇને વિવિધ વિભાગના વહીવટી તંત્ર સજજ બની રહ્યું છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવતા યાત્રીકોના સ્વાસ્થ્ય સુખાકારી માટે જિલ્લાનું ફૂડ અને ડ્રગ વિભાગ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા અલગ અલગ ચાર ટીમો બનાવી વિવિધ ખાધખોરકી વેચાણ હોટલો અને રેસ્ટોરોની ખાધા ખોરાકની ગુણવત્તા બાબતેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 જેટલી ખાધા ખોરાકીના એકમોની ચકાસણી કરવામાં આવી હતી અને જેમાં અનેક વસ્તુઓ એક્સપાય ડેટ અને વાસી ખોરાક મળી આવતા અધિકારીઓ દ્વારા કાજુ જેવી મોંઘી વસ્તુઓનો પણ નાશ કરવામાં આવ્યો હતો.
હાથ ધરાયેલી વિવિધ કામગીરીમાં 50 કિલો જેટલી સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો અને રસોડામાં પણ ભારે ગંદકી જોવા મળતા રેસ્ટોરેન્ટના માલિકોને કડક સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહીં આ વખતે ખાધા ખોરાકનો નાશ કરવામાં આવેલો છે જે બીજી વખત જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવા પણ જાણાવવામાં આવ્યું હતું
જ્યારે આગામી ભાદરવી પૂનમના મેળાને લઇ ખાધા ખોરાકીના હંગામ સ્ટોલ કરવા આવનારે ખાધા ખોરાકી માટેનું લાયસન્સ ફરજિયાત લેવાનું રહેશે. જેને લઇ અંબાજી ખાતે ફૂડ લાઇસન્સ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે, જેને લઇ મેળામાં ખાધા ખવરાવી વેચાણ કરનાર ફૂડ લાઇસન્સ અંબાજી ખાતે થી જ મળી રહેશે.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
