<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

વિજાપુરના વસાઈ ગામ નજીક હૃદયદ્રાવક અકસ્માત : કારે ટક્કર મારતા રિક્ષામાં સવાર 28 દિવસના બાળકનું ઘટના સ્થળે મોત

પરિવારના અન્ય ત્રણ સભ્યોને પણ ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

મહેસાણાના વિજાપુરના વસાઈ ગામ નજીક એક હૃદયદ્રાવક અકસ્માત થયો હતો. એક પરિવાર રિક્ષામાં હાઈવે ક્રોસ કરી રહ્યો  હતો ત્યારે એક કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર 28 દિવસના બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યોને પણ ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:04 PM IST)