તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd August 2025
સુરતમાં દેશની સૌથી મોટી કાવડ યાત્રા : એક સરખા ડ્રેસમાં 5 હજાર મહિલાઓ જોડાઇ: શિવભક્તોને પ્રોત્સાહિત કરવા અગ્રણીઓ જોડાયા
વરાછાના સિદ્ધકુટિર મંદિરથી કાવળયાત્રા નીકળી જલક્રાંતિ મેદાન ખાતે પહોંચી: મહિલાઓએ માટીમાંથી તૈયાર કરાયેલા પાર્થેશ્વર શિવલિંગનું પૂજન કર્યું

સુરત : મધર મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહિલા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5000 મહિલાઓ કાવળ યાત્રામાં જોડાઈ હતી. વરાછાના સિદ્ધકુટિર મંદિરથી કાવળયાત્રા નીકળી જલક્રાંતિ મેદાન ખાતે પહોંચી હતી. તમામ મહિલાઓએ માટીમાંથી તૈયાર કરાયેલા પાર્થેશ્વર શિવલિંગનું પૂજન કર્યું હતું. 13 વર્ષ પહેલા આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
દર વર્ષે કાવડયાત્રામાં બહેનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હજારોની સંખ્યામાં શિવ ભક્તોને પ્રોત્સાહિત કરવા 200થી વધારે શહેરના રાજકીય, સામાજિક આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્યા હતા. આ વખતે 5000 બહેનો માટે ખાસ કેસરી કલરની સાડી પ્રિન્ટ કરાવી હતી. ઓમ ગુરુજીની ઉપસ્થિતિમાં શિવપૂજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મ પ્રત્યે લોકો વધુમાં વધુ જાગૃત થાય તેવા હેતુથી કાવડ યાત્રા યોજવામાં આવી હતી.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
