News of Sunday, 3rd August 2025
વડોદરાના સાવલી તાલુકામાં ભારે વરસાદ : ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ
શુભેલાવ, શિવપુરા, પાસવા, ટુંડાવ, અંજસર અને નમીસરા જેવા ગામોમાં સારો એવો વરસાદ પડ્યો

વડોદરા : રાજયમાં આગામી સાત દિવસ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે વડોદરા શહેર અને જિલ્લામાં પણ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે.
વડોદરાના સાવલી તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. શુભેલાવ, શિવપુરા, પાસવા, ટુંડાવ, અંજસર અને નમીસરા જેવા ગામોમાં સારો એવો વરસાદ પડ્યો છે. પાલડી અને લસુન્દ્રા જેવા અન્ય ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
