News of Sunday, 3rd August 2025
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર : વિરમગામ અને માંડલ સહિતના તાલુકામાં વરસાદ નોંધાયો: ખેડૂતોમાં ખુશી
હાંસલપુર, ડુમાણા, નીલકી, જુનાપાઘર, ભોજવા, કાલિયાણા, કાજીપુરા અને સોકલીમાં પણ સારો વરસાદ થયો

અમદાવાદ : શહેરમાં ગરમી યથાવત છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડવાથી લોકોને રાહત મળી છે. વિરમગામ અને માંડલ સહિતના તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિરમગામ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો જેવા કે હાંસલપુર, ડુમાણા, નીલકી, જુનાપાઘર, ભોજવા, કાલિયાણા, કાજીપુરા અને સોકલીમાં પણ સારો વરસાદ થયો છે. લાંબા સમય બાદ પડેલા આ વરસાદથી ઘરતીએ જાણે નવી જીંદગી મેળવી હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. આ વરસાદથી ખેતીનું જીવન મળવાની આશા બંધાઈ છે પરંતુ સાથે શહેરી વિસ્તારોમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી જે હલકી પડી રહી છે તે પણ એક ગંભીર મુદ્દો છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
