News of Sunday, 3rd August 2025
સુરતના લિંબાયતમાં કાપડ દલાલની નિર્મમ હત્યા : બે આરોપીઓ ઝડપાયા: અશફાક અને અભ્રાને વોન્ટેડ જાહેર
હત્યારાઓએ 3 ચપ્પુ વડે 80 સેકન્ડમાં 60થી વધુ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો: ત્રણ જેટલા શખ્સોએ આવીને આલોક અગ્રવાલ નામના કાપડ દલાલની હત્યા કરી

સુરતના લિંબાયતમાં કાપડ દલાલની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. કાપડ દલાલને 80 સેકન્ડમાં ચપ્પુના 60 ઘા ઝીંકીને હત્યા કરાઇના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. કાપડ દલાલની હત્યામાં 4 આરોપીઓ સામેલ હોવાનું ખુલ્યું છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
મળી માહિતી મુજબ, સુરતના લીંબાયતના ડુંભાલ ફાયર સ્ટેશન પાસે થયેલી કાપડના દલાલની હત્યામાં પોલીસે ત્રણ આરોપીઓમાંથી 2 ની ધરપકડ કરી છે. જ્યારે પોલીસે એ પણ જણાવ્યું હતું કે 3 હત્યારા ઉપરાંત ચોથો આરોપી પણ સામેલ છે. હત્યા પાછળનું મુખ્ય કારણ મૃતક આલોકે 10 દિવસ પહેલા મુખ્ય આરોપી અશફાકને તમાચો માર્યો હોવાનું બહાર આવ્યું છે. મૃતકે શા માટે અશફાકને તમાચો માર્યો હતો સમગ્ર મામલે અશફાક પકડાઈ ગયા બાદ જ ખબર પડશે. સમગ્ર બનાવમાં પોલીસે અશફાક અને અભ્રાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
1 ઓગસ્ટની મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ લિંબાયત વિસ્તારમાં એક કાપડ દલાલની 60થી વધુ ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. 3 હત્યારાઓએ 3 ચપ્પુ વડે 80 સેકન્ડમાં 60થી વધુ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્રણ જેટલા શખ્સોએ આવીને આલોક અગ્રવાલ નામના કાપડ દલાલની હત્યા કરી હતી. પોલીસે બંને આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
