તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
આણંદ ખાતે આવેલ કંપની રેડી ટૂ ઈટ,રેડી ટુ કુક-કેનિઞ ફૂડ્સના મેન્યુફેક્ચરિગ ક્ષેત્રે એક દસકામાં વિશ્વમાં વિશ્વસનિય અને નામના ધરાવતિ કંપની બની હોય ફ્રાન્સ સરકાર દ્વારા રૂબરૂ મુલાકાતઃ ૨૦ દેશોમાં નિકાસ
ફ્રાન્સ સરકારના કૃષિ વિભાગ અને ભારત ખાતેની ફ્રેન્ચ એમ્બેસી ઓસ્ટિન ફૂડ્સ એન્ડ બેવરેજિસ પ્રા. લિ.ની મુલાકાતે

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૨ ઞુજરાતના આણંદ પાસે આવેલ ઓસ્ટિન ફૂડ્સ એન્ડ બેવેરેજિસ પ્રા.લિ.જે રેડી ટૂ ઈટ, રેડી ટૂ કૂક કેનિગ ફૂડ્સ મેન્યુફેક્ચરિગ ક્ષેત્રે ૧૦ વર્ષના ટૂંકા ગાળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર બની ચૂકી હોય ફ્રાન્સ સરકારના કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ભારત ખાતેના ફ્રેન્ચ એમ્બેસી દ્વારા સતાવાર મુલાકાતે આવતા કંપનીના ડિરેકટરોએ ફ્રાન્સના પ્રતિનિધિ મંડળને ભારતીય પરંપરાઞત રીતે આવકારયુ હતુ.
આ કંપની કોન્ટ્રાક્ટ ફાર્મિગ દ્વારા ગુણવત્તાયુક્ત એગ્રો પ્રોડક્ટ્સ મેળવીને ઓસ્ટિન વૈવિધ્યપૂર્ણ પ્રોડક્ટ બુકે ઓફર કરે છે જેમાં ટમેટાં,અમેરિકન સ્વિટ કોર્ન, બેબી કોર્ન, કાબુલી ચણા, રાજમા, બ્લેક બિન્સ,નેવી બિન્સ,બ્લેક આઈ બિન્સ ઉપરાંત કૂકિગ પેસ્ટ, સોસિઝ, સિઝનિગ ઓનિયન પ્રોડક્ટ્સની વેરાયટી સામેલ છે.
પી-નટ બટર અને પી-નટમાંથી બનતી વિવિધ આઈટમ્સ તેમજ લીલી તુવેર સહિત અઢળક ઉત્પાદનોની નિકાસ કરતી ઓસ્ટિન ક્વોલિટી કન્સિસ્ટન્સી,એક્યુરસી અને હાઈજીનના તમામ આંતરરાષ્ટ્રીય ધોરણો પર ખરી ઉતરીને નિકાસ ક્ષેત્રે ઝડપી પ્રગતિ કરી રહી છે અને દેશના આર્થિક વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરી રહી છે. કંપનીની રૂબરૂ મુલાકાત બાદ કંપની દ્વારા રખાતી ચોકસાઈ અને હાઈજીનના આંતરરાષ્ટ્રીય ધોરણોનુ પાલન જોઈ ફ્રાન્સ સરકારનુ પ્રતિનિધી મંડળ ખુબજ પ્રભાવિત થયુ હતુ.ઉલ્લેખનીય છે કે હાલ કંપની દ્વારા ભારત ઉપરાંત ૨૦ દેશોમાં કેનિગ ફૂડ્સ અને અન્ય ઉત્પાદનનોની સાતત્યપૂર્ણ નિકાસ કરે છે જેમાં પ્રતિ વર્ષ વૃધ્ધિ કરી રહી છે. હાલમાં ટેરિફના મુદ્દે ભારતને અમેરિકા ઉપરાંત અન્યત્ર બજારો વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ છે ત્યારે ઓસ્ટિન ફૂડ્સ એન્ડ બેવરેજિસ રાષ્ટ્રધર્મ નિભાવવાના પ્રયાસ સ્વરૂપે યુરોપિય બજારો પર ધ્યાન કેન્દ્રિત કરીને નિકાસવૃદ્ધિ માટે પ્રયત્નશીલ છે.
ગઈ કાલે ફ્રાન્સ સરકારના એગ્રિકલ્ચરલ વિભાગ અને ભારત ખાતેની ફ્રેન્ચ એમ્બેસી સહિતના ડેલિગેશનને આવકારતાં ઓસ્ટિન ફૂડ્સ એન્ડ બેવરેજિસ પ્રા.લિ.ના ડિરેકટરોએ ખુબજ હર્ષ,ઉત્સાહ અને ગૌરવની લાગણી અનુભવી હતી
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
