તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
કોણ છે એ ‘‘અંકલ'' જેના વશમાં છે કેટલીય છોકરીઓ? : ‘‘વશ લેવલ ૨''નું ટ્રેલર લોન્ચઃ ૨૭મી ઓગસ્ટે ફિલ્મ થશે રિલીઝ

અમદાવાદઃ વશ ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બાદ લેખક- દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક ‘‘વશ લેવલ ૨'' લઈને આવી રહ્યાં છે.કૃષ્ણદેવ યાજ્ઞિક ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને પટકથા લેખકોમાંના એક છે. તેઓ કરસનદાસ પે એન્ડ યુઝ, શું થયું, નાડીદોશ, રાડો અને છેલ્લો દિવસ જેવી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છેઆ ફિલ્મનું ભવ્ય રીતે ટ્રેલર લોન્ચ કરાયું. આ પ્રસંગે કેએસ એન્ટરટેઇન્મેન્ટ તરફથી કૃણાલ સોની (નિર્માતા) અને કલ્પેશ સોની (નિર્માતા) , અનંતા બિઝનેસ કોર્પ. તરફથી નિલય ચોટાઈ (નિર્માતા), પટેલ પ્રોસેસિંગ તરફથી ધ્રુવ પટેલ (નિર્માતા) તથા દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક અને અભિનેત્રી જાનકી બોડીવાલા અને મોનલ ગજ્જર તથા અભિનેતા હિતેનકુમાર અને હિતુ કનોડિયા ઉપસ્થિત રહ્યાં હતા. ટ્રેલર લોન્ચ પ્રસંગે એક સરપ્રાઈઝ થકી ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ફિલ્મના મેકર્સે જણાવ્યું કે ‘‘વશ લેવલ ૨'' હિન્દીમાં પણ રિલીઝ થશે. એટલે કે, આ ફિલ્મ દર્શકોને ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષામાં જોવા મળશે અને વર્લ્ડવાઈડ રિલીઝ થશે.(૩પ-૧૩)
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
