<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

યુવાનોને રોજગારી આપવામાં ગુજરાતમાં ધબડકો ? ટોપ પ રાજયોમાં સ્‍થાન નહિ

યુવાનો માટે સરકાર ગંભીર નહિઃ ડો. મનીષ દોશી

રાજકોટ, તા. ૪ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્‍વીનર અને પ્રવક્‍તા ડૉ. મનિષ દોશી (એન્‍જીનીયર)એ જણાવ્‍યું હતું કે, સ્‍કીલ ઈન્‍ડિયા - ૨૦૨૫માં જાહેર કરાયેલા અહેવાલમાં યુવાનો માટે રોજગાર ક્ષમતામાં દેશના ટોપ-૫ રાજ્‍યમાં પણ ગુજરાતનો સમાવેશ નથી. સ્‍કીલ રીપોર્ટ-૨૦૨૫માં વિદ્યાર્થીઓની રસરૂચી, નોકરી આપનારની જરૂરિયાત, કોમ્‍યુનિકેશન સ્‍કીલ સહિતની બાબતોનો સમાવેશ થાય છે. રાજ્‍યમાં યુવાનોને રોજગારમાં વેતન ઓછુ મળી રહ્યું છે. રોજગાર ક્ષમતામાં ગુજરાત દેશના ટોપ-૫ રાજ્‍યમાં પણ યુવાનો માટે સમાવેશ થતો નથી. રોજગારની ક્ષમતામાં ગુજરાત ૬૨ૅ સાથે ૮માં સ્‍થાને છે. રોજગાર ક્ષમતા ધરાવતા શહેરોમાં ૬૦.૬૩ૅ સાથે અમદાવાદ ૧૦માં ક્રમાંકે સ્‍થાન ધરાવે છે.ભાજપ સરકારની મોટા ઉદ્યોગોને મદદ કરવાની નીતિના કારણે રાજ્‍યના ઓળખ સમા નાના ઉદ્યોગોને તાળા લાગી રહ્યાં છે. જી.આઈ.ડી.સી.માં ૫૦ ટકા ઉદ્યોગો અસ્‍તિત્‍વ માટે સંઘર્ષ કરી રહ્યાં છે. નાના-મધ્‍યમ  કદના ઉદ્યોગો ભારે મુશ્‍કેલીનો સામનો કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી કૌશલ્‍ય વિકાસ યોજના, જન શિક્ષણ સંસ્‍થાન, દિન દયાળ ઉપાધ્‍યાય ગ્રામીણ કૌશલ્‍ય યોજના, મુખ્‍યમંત્રી ભવિષ્‍ય લક્ષી કૌશલ્‍ય વિકાસ યોજના, કૌશલ્‍ય યુનિવર્સીટી સહીતના તમામ યોજનો બાદ પણ ગુજરાત કૌશલ્‍ય થકી રોજગાર મેળવવામાં ટોપ પાંચ રાજ્‍યોમાં સ્‍થાન નથી મેળવી શકયું. વર્ષ ૨૦૨૪માં પુરુષોની રોજગાર દર ૫૧.૮ ૅ હતો જે વધી વર્ષ ૨૦૨૫મા નજીવો વધારો થવાની ધારણા છે જયારે મહિલાઓના રોજગારમાં મોટો ઘટાડો નોધાય તેવી ધારણા રીપોર્ટમાં રજુ કરવામાં આવેલ છે.

 છેલ્લા ૧૦ વર્ષના સ્‍કીલ રીપોર્ટથી એ વાત સ્‍પષ્ટ થાય છે કે, આટલી ગંભિરતા હોવા છતાં ગુજરાતના યુવાનો માટે રાજ્‍ય સરકાર ગંભિરતા દાખવતી નથી, જેના લીધે મોંઘુ શિક્ષણ મેળવ્‍યા બાદ પણ ગુજરાતના યુવાનો તકોથી વંચિત રહે છે. બેન્‍કિંગ, ફાઈનાન્‍સ, સર્વિસ, ઈન્‍સ્‍યોરન્‍સ, BOP, KPKPO બેન્‍કિંગ ફાઈનાન્‍સ સર્વિસ, ઈન્‍સ્‍યોરન્‍સ, BPO, KPKPO, ITES, ઓઈલ, ગેસ પાવર, સ્‍ટીલ, એન્‍જીનીયરીંગ, ઓટોમેટીવ, ઓટોમોબાઈલ, FMCG, હોસ્‍પિટાલીટી, ટુર્સ-ટ્રાવેલ્‍સ, સોફટવેર, ટેલીકોમ સહિતના ૧૧ થી વધુ સેક્‍ટરમાં યુવાનો માટે પસંદગીના રાજ્‍ય તરીકે ગુજરાત અન્‍ય રાજ્‍યોની જેમ અગ્રેસર રાજ્‍યોમાં કયારે બનશે? ભાજપ શાસકોના છેલ્લા ૨૭ વર્ષના દિશાવિહીન, સાતત્‍ય વિનાની નીતિ, શિક્ષણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગુણવત્તાનો અભાવના પરિણામે ગુજરાતના યુવાનો સામે મોટો પડકાર ઉભાં થયાં છે. ગુજરાતના યુવાનોને સારા રોજગાર માટે અન્‍ય રાજ્‍યમાં જવાની ફરજ પડી રહી છે. રાજ્‍યના શિક્ષણ વિભાગ, શ્રમ-રોજગાર વિભાગે ભ્રષ્ટાચારમાં સંપૂર્ણ ‘કૌશલ્‍ય' પ્રાપ્ત કર્યું હોવાથી ગુજરાતના યુવાનોના ભવિષ્‍ય સાથે મોટા પાયે ચેડાં થઈ રહ્યાં છે. ગુજરાતના ૫૦૦ કૌશલ્‍યવર્ધન કેન્‍દ્રોમાં યુવાનોને કૌશલ્‍ય પ્રાપ્તી કરવાને બદલે આઉટર્સોસિંગ એજન્‍સીના નામે ભાજપ સરકારના મળતિયાઓ મજા કરી રહ્યાં છે. દર વર્ષે સ્‍કીલ ડેવલપમેન્‍ટ માટે કરોડો રૂપિયાના નાણા ફાળવવા અને જાહેરાતો કરતી ભાજપ સરકાર ગુજરાતના યુવાનોના ભવિષ્‍ય સાથે ચેડા કરવાનું બંધ કરે.

વધુ રોજગાર ક્ષમતા ટોપ-૫ રાજ્‍યો રોજગાર ક્ષમતા ધરાવતા ટોપ-૫ શહેરો મહારાષ્‍ટ્ર ૮૪.૦૦  પુણે (મહારાષ્‍ટ્ર) ૭૮.૩૨ૅ, દિલ્‍હી ૭૮.૦૦  બેંગ્‍લોર (કર્ણાટક) ૭૬.૪૮  કર્ણાટક ૭૫.૦૦  મુંબઈ (મહારાષ્‍ટ્ર)૭૨.૪૫ૅ, આંધ્રપ્રદેશ ૭૨.૦૦ ન્‍યુ દિલ્‍હી ૭૦.૨૨, કેરળ ૭૧.૦૦ૅ થીરુસુર ૭૨.૧૫

(3:49 PM IST)